Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ26 જાન્યુઆરીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં લાગ્યા હતા ‘અલ્લાહુ અકબર’ના નારા, વિદ્યાર્થી વહીદુઝ્ઝમા...

    26 જાન્યુઆરીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં લાગ્યા હતા ‘અલ્લાહુ અકબર’ના નારા, વિદ્યાર્થી વહીદુઝ્ઝમા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિ રચાઈ

    વહીદુઝ્ઝમા AMUમાં BAના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે મૂળ પશ્ચિમ બંગાળના માલદાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે યુનિવર્સીટી કેમ્પસમાં જ હોસ્ટેલમાં રહે છે. 

    - Advertisement -

    બે દિવસ પહેલાં ગણતંત્ર દિવસે ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી- AMUમાં ‘અલ્લાહુ અકબર’ના નારા લાગ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  હવે આ મામલે યુનિવર્સીટીએ કાર્યવાહી કરીને નારા લગાવનારા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો છે. તેની ઓળખ વહીદુઝ્ઝમા છે. 

    વહીદુઝ્ઝમા AMUમાં BAના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે મૂળ પશ્ચિમ બંગાળના માલદાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે યુનિવર્સીટી કેમ્પસમાં જ હોસ્ટેલમાં રહે છે. 

    બીજી તરફ, AMUમાં નારા લાગ્યા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવા ઉપરાંત આ મામલાની તપાસ માટે યુનિવર્સીટી પ્રશાસને એક ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી છે. યુનિવર્સીટીના ઉપ કુલપતિ ડૉ. વસીમ અલીએ જણાવ્યું કે, તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    યુનિવર્સીટી તરફથી કહેવામાં આવ્યું કે, ગણતંત્ર દિવસ પર કાર્યક્રમ દરમિયાન NCCના એક વિદ્યાર્થીએ નારા લગાવ્યા હતા. જે ઘટનાનો વિડીયો અમારી પાસે આવ્યો હતો અને ત્યારબાદ અમે આ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, તે BA પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે અને તેને કેમ્પસમાં કોઈ રૂમ ફાળવવામાં આવ્યો ન હતો જેથી એક હોલમાં રહેતો હતો. 

    રિપોર્ટ અનુસાર, ઘટના બાદ વહીદુઝ્ઝમાએ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને ગાયબ થઇ ગયો હતો. જોકે, ગમે તેમ કરીને શુક્રવારે સાંજે યુનિવર્સીટી તેના સુધી પહોંચી ગઈ હતી અને સંપર્ક કરી શકી હતી. 

    26 જાન્યુઆરીએ ધ્વજવંદન પછી લાગ્યા હતા મઝહબી નારા 

    ઉલ્લેખનીય છે કે ગત 26 જાન્યુઆરીએ આ ઘટના બની હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના પરિસરમાં કુલપતિ તારિક મંસૂરના હસ્તે ધ્વજવંદન થયું હતું અને કાર્યક્રમમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થતાં કુલપતિ રવાના થઇ ગયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ એક હોલ નજીક એકઠા થયા હતા અને પહેલાં ભાષણ આપ્યા બાદ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ અને ‘AMU ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

    જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. વાયરલ વિડીયોમાં કેટલાક NCC યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓ આ નારા લગાવતા નજરે પડે છે. પછીથી મામલો પોલીસના ધ્યાને પણ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુનિવર્સીટીનો સંપર્ક કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં