દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી (AMU)માં ‘AMU ઝિંદાબાદ’ અને ‘અલ્લાહુ અકબર’ના નારા લાગ્યા હતા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
અલીગઢ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ જિલ્લા સંયોજક ડૉ. નિશ્ચિત શર્માએ આ વિડીયો શૅર કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે શૅર કરેલા વીડિયોમાં NCCનો યુનિફોર્મ પહેરેલા અમુક વિદ્યાર્થીઓ પહેલાં ‘AMU ઝિંદાબાદ’ અને પછી ‘નારા-એ-તકબીર’, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા જોઈ શકાય છે.
अलीगढ़ मुस्लिम विश्विद्यालय परिसर के अंदर गणतंत्र दिवस के पावन अवसर पर जंग का नारा ?@aligarhpolice @ipsnaithani
— Dr. Nishit Sharma (@Nishitss) January 26, 2023
कृपया संज्ञान ले कर आवश्यक कार्यवाही करें । pic.twitter.com/nRZua6aTly
યુનિવર્સીટી કેમ્પસમાં ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ બાદ આ નારા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડૉ. નિશિત શર્માએ અલીગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વડાને ટેગ કરીને સંજ્ઞાન લઈને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ અલીગઢ પોલીસે તેમના ટ્વિટનો જવાબ આપતાં જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.
एएमयू प्रशासन द्वारा आवश्यक कार्यवाही हेतु वार्ता की गई ।
— ALIGARH POLICE (@aligarhpolice) January 26, 2023
ઘટનાને લઈને ઑપઇન્ડિયા સાથે વાત કરતાં ડૉ. નિશિત શર્માએ કહ્યું કે, જેઓ આ નારા લગાવી રહ્યા હતા તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના NCC યુનિટના હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે, “ગણતંત્ર દિવસ જેવા શુભ દિને પણ વિદ્યાર્થીઓ આ પ્રકારના નારા લગાવી રહ્યા હતા, જે યોગ્ય નથી. પરિસરમાં કોઈ મઝહબી પ્રવૃત્તિ થઇ રહી ન હતી, ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા હતા, તો પછી આ લોકો કોની સામે લડાઈ શરૂ કરવાની વાત કરતા હતા?”
તેમણે એમ પણ જણાવ્યું કે, અલીગઢના SSP સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે આ વિદ્યાર્થીઓ સામે કડક કર્યવાહીની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું, “મેં આ ઘટનાનો વિડીયો પણ SSPને મોકલ્યો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે, પણ જો જરૂર પડે તો હું પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ તૈયાર છું.
ઑપઇન્ડિયા સાથે આગળ વાત કરતાં તેમણે AMU વિદ્યાર્થીઓની કટ્ટરપંથી માનસિકતાની ટીકા કરી અને કહ્યું કે, લોકો જ્યારે ભારતના બંધારણનું સન્માન કરી ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ યુવાનોને મઝહબના નામે ભડકાવી રહ્યા છે. ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’નો નારો એ બીજું કશું નહીં પણ એક ‘વૉર ક્રાય’ છે. ચોક્કસપણે એવાં કેટલાંક કટ્ટરપંથી સંગઠનો છે, જેઓ આવા વિદ્યાર્થીઓનું સમર્થન કરે છે. વીડિયોની વધુ તપાસ થાય તો આ તમામ ખુલ્લા પડશે.
બીજી તરફ, આ મામલે વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાની ટીમે અલીગઢ પોલીસનો સંપર્ક કરવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ થઇ શક્યો ન હતો.