Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનરેન્દ્ર મોદીને ફસાવવા તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે કર્યા હતા...

    નરેન્દ્ર મોદીને ફસાવવા તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે કર્યા હતા ખોટા દાવાઓ, તેનો આધાર લઈને BBCએ ડોક્યુમેન્ટ્રી બનાવી નાંખી

    ડોક્યુમેન્ટ્રી સિરીઝમાં નવા ‘પુરાવા’ના નામે એવા બદનામ અધિકારીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓની જુબાની ટાંકી હતી જેમણે સાબરમતી એક્સપ્રેસ સળગાવવામાં આવ્યા બાદ થયેલાં રમખાણોનો સંપૂર્ણ દોષ નરેન્દ્ર મોદી પર નાંખી દીધો હતો.

    - Advertisement -

    બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન- BBCએ રિલીઝ કરેલી એક ડોક્યુમેન્ટ્રી હાલ વિવાદનો વિષય બની છે. ગોધરામાં મુસ્લિમ ટોળાએ ટ્રેન સળગાવીને 59 હિંદુઓને મારી નાંખ્યા બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણોને લઈને બનાવાયેલી આ ડોક્યુમેન્ટ્રીમાં નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા છે અને લાંબા સમયથી ફેલાવાતો પ્રોપેગેન્ડા આગળ ધપાવવામાં આવ્યો છે. 

    ડોક્યુમેન્ટ્રીને ‘વિશ્વસનીય’ દેખાડવા માટે બીબીસીએ તેને યુકે સરકાર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવેલ તપાસના આધારે બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સ્વયં યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે જ આ દાવાઓને નકારી દીધા અને કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા પાત્રાલેખન સાથે સહમત નથી. બીજી તરફ, ભારત સરકાર પણ આ ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી ચૂકી છે. 

    જોકે તેમ છતાં મોદી સરકારના વિરોધીઓએ જેવી આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થઇ તેવી તક શોધી લીધી અને ફરી એકવાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પર રમખાણો વખતે યોગ્ય કાર્યવાહી ન કરવાનો અને પોલીસને કાર્યવાહી કરતાં રોકવાના આરોપ લગાવવાના શરૂ કરી દીધા અને એટલે ડોક્યુમેન્ટ્રી ચર્ચામાં આવી ગઈ.

    - Advertisement -

    BBCએ બનાવેલ ડોક્યુમેન્ટ્રી સિરીઝમાં નવા ‘પુરાવા’ના નામે એવા બદનામ અધિકારીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓની જુબાની ટાંકી હતી જેમણે સાબરમતી એક્સપ્રેસ સળગાવવામાં આવ્યા બાદ થયેલાં રમખાણોનો સંપૂર્ણ દોષ નરેન્દ્ર મોદી પર નાંખી દીધો હતો. ડોક્યુમેન્ટ્રીમાં કુખ્યાત પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, આરબી શ્રીકુમાર અને મોદી વિરોધી ગણાતાં તીસ્તા સેતલવાડ વગેરેએ લગાવેલા આરોપોને ટાંક્યા હતા. જે આરોપો અને દાવાને દેશની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા અને જ્યાં તે તમામ અમાન્ય ઠેરવાયા હતા. 

    જેલમાં બંધ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના ખોટા આરોપો અને સત્ય 

    ડોક્યુમેન્ટ્રીમાં BBCએ પૂર્વ પોલીસ અધિકારી અને હાલ કસ્ટોડિયલ ડેથ કેસમાં જેલની સજા ભોગવતા સંજીવ ભટ્ટના તથાકથિત ‘વિસ્ફોટક’ દાવાઓનો આધાર લીધો છે. જેમણે દાવો કર્યો હતો કે તેઓ તત્કાલીન ગુજરાત સીએમ નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ હતા અને જેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, હિંદુઓને મુસ્લિમો વિરુદ્ધ પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરવા દેવામાં આવે જેથી રાજ્યમાં ગોધરા જેવી ઘટના ફરી ઘટિત ન થાય. 

    સંજીવ ભટ્ટે દાવો કર્યો હતો કે, સાબરમતી એક્સપ્રેસ સળગ્યા બાદ અને તેમાં 59 કારસેવકોના મૃત્યુ બાદ આ બેઠક યોજવામાં આવી હતી. તે સમયે તેઓ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ હતા. 

    જોકે, ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી SITએ તપાસ દરમિયાન નોંધ્યું હતું કે, જે બેઠકની સંજીવ ભટ્ટ વાત કરી રહ્યા હતા અને મોદીએ મુસ્લિમોને પાઠ ભણાવવા માટે કહ્યું હોવાના દાવા કરી રહ્યા હતા તેમાં તેઓ સામેલ જ ન હતા. SITએ કહ્યું હતું કે, ભટ્ટની વાતોમાં કોઈ વિશ્વસનીયતા નથી અને તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર જ ન હતા.

    SITએ રિપોર્ટમાં એ પણ નોંધ્યું હતું કે સરકારે તાત્કાલિક પગલાં લઈને 28 ફેબ્રુઆરીના રોજ જ સેના બોલાવી લીધી હતી. ઉપરાંત, 54 મૃતદેહોને અમદાવાદ એટલા માટે લાવવામાં આવ્યા હતા કે તેમના સબંધીઓ અમદાવાદની આસપાસ જ રહેતા હતા અને આ મૃતદેહોને પોલીસ સુરક્ષા સાથેની વેનમાં લાવવામાં આવ્યા હતા. 

    પછીથી નાણાવટી-મહેતા કમિશને પણ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકને લઈને ભટ્ટે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું અને એ પણ નોંધ્યું હતું કે તેને આગળ વધારવા માટે તેમણે ફેક્સ મશીનની મદદથી ફર્જી ડોક્યુમેન્ટ બનાવ્યાં હતાં. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘પુરાવાઓના આધારે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકને લઈને સંજીવ ભટ્ટના દાવાઓ ખોટા છે. તેઓ તે બેઠકમાં સામેલ થયા હોવાના દાવાઓ પણ ખોટા ઠરેલ છે.’

    તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારે કઈ રીતે ષડ્યંત્ર રચ્યાં હતાં ?

    2002નાં રમખાણોમાં કથિત સંડોવણીને લઈને તત્કાલીન ગુજરાત સીએમ નરેન્દ્ર મોદી અને અન્ય 62 વ્યક્તિઓ સામે કેસ ચલાવવાની માંગ કરનારા પૈકી એક સ્વઘોષિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ પણ હતાં. ગયા વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી ત્યારે કોર્ટે આ કેસમાં તીસ્તાની ભૂમિકાને લઈને પણ અગત્યની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘એક્ટિવિસ્ટ’ તીસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની ભાવનાઓનો ઉપયોગ ખોટા હેતુઓ સિદ્ધ કરવા માટે કર્યો હતો. 

    કોર્ટે એ પણ નોંધ્યું હતું કે તીસ્તા સેતલવાડે ન્યાય મેળવવાના નામે ફરિયાદના પાયાવિહોણા આરોપો લગાવીને મુદ્દાને સળગતો રાખવાના અને રાજનીતિકરણ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. 

    2002નાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારની છબી ખરડવામાં ગુજરાતના પૂર્વ DGP અને આમ આદમી પાર્ટીના નેતા આરબી શ્રીકુમારનો પણ મોટો ફાળો રહ્યો હતો. સંજીવ ભટ્ટની જેમ શ્રીકુમારે પણ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ બાદ હિંદુઓ વિરુદ્ધ હળવાં અને ધીમેથી પગલાં લેવા માટે આદેશ આપ્યા હતા. પરંતુ SITએ નોંધ્યું હતું કે સંજીવ ભટ્ટની જેમ આરબી શ્રીકુમાર પણ તે બેઠકમાં હાજર ન હતા. જોકે, પછીથી શ્રીકુમારે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમણે આ વાતો અન્યો પાસેથી સાંભળી હતી. 

    અહીં એ પણ નોંધનીય છે કે આરબી શ્રીકુમાર સામે ISRO વૈજ્ઞાનિક નંબી નારાયણને ખોટા જાસૂસી કેસમાં ફસાવવાનો પણ આરોપ લાગ્યો છે. જ્યારે આ મામલે કાર્યવાહી થઇ ત્યારે તેઓ કેરળ પોલીસના IB વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. ઉપરાંત, નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડવા બદલ પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. જોકે, પછીથી આ કેસ ફગાવી દેવાયો હતો. 

    જૂન 2022માં ગુજરાત એટીએસે તીસ્તા સેતલવાડની ધરપકડ કરી લીધી હતી. તેમની ઉપર ખોટા દસ્તાવેજો બનાવવાના, સાક્ષીઓને અને ગુજરાત રમખાણો મામલની તપાસ પર ખોટી અસર કરવાના આરોપ લાગ્યા છે. સેતલવાડ પર ગુજરાત રમખાણો સબંધિત અનેક કેસોમાં સાક્ષીઓને ગેરમાર્ગે દોરવાના પણ આરોપ લાગ્યા છે. જોકે, સપ્ટેમ્બરમાં કોર્ટે વચગાળાના જમીન આપ્યા બાદ હાલ તેઓ જેલની બહાર છે. 

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જુલાઈ 2002માં તીસ્તા, શ્રીકુમાર અને ભટ્ટ સામે એફિડેવિટ દાખલ કરીને SITએ જણાવ્યું હતું કે, તેમણે મોદી અને તેમની સરકારને ફસાવવા માટે કાવતરું ઘડ્યું હતું અને તેમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલ તરફથી 30 લાખ રૂપિયા પણ મળ્યા હતા.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં