કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચી છે. અતિશય ઠંડા પ્રદેશ ગણાતા કાશ્મીરમાં પ્રવેશતાં જ રાહુલ ગાંધી કાળા રંગના કોટમાં જોવા મળ્યા હતા. જેનો વિડીયો સામે આવ્યા બાદ લોકો હવે પૂછી રહ્યા છે કે શું હવે ‘તપસ્વી’ ઠંડીથી ડરી ગયા છે? અહીં નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે, તેઓ ઠંડીથી ડરતા નથી એટલે પોતે સ્વેટર નથી પહેરતા.
જમ્મુ-કાશ્મીરના હાટલી મોરથી કઠુઆ સુધીની તેમની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કડક સુરક્ષા વચ્ચે ચાલતા જોવા મળ્યા હતા. તેમણે કાળો કોટ પહેર્યો હતો અને નિત્યક્રમ મુજબ તેમની આસપાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સંજય રાઉત પણ જોવા મળ્યા.
અગાઉ ઠંડી વિશેનાં રાહુલ ગાંધીનાં નિવેદનો લોકોએ ફરી યાદ કરાવ્યાં હતાં. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને ઠંડીથી ડર નથી લાગતો એટલે તેઓ હાડ થીજવતી ઠંડીમાં ગરમ કપડાં કે જેકેટ પહેર્યા વગર જ ચાલી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે શિયાળામાં ગરમ કપડા પહેરવાવાળા ઠંડીથી ડરતા હોય છે. હવે રાહુલ કોટમાં જોવા મળતાં લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે.
Tapasvi baarish se darta hai?
— Vipra Shrivastava☀️ (@Vipra_s) January 20, 2023
એક યુઝરે રાહુલ ગાંધીનો વિડીયો પોસ્ટ કરીને કટાક્ષમાં કહ્યું કે, આખરે હવે તપસ્વીજીને પણ ઠંડી લાગી ગઈ છે.
आखिर तपस्वी जी भी ठण्ड से डर गए 🤣#BharatJodoYatraInJK pic.twitter.com/2uIUGTF6Vv
— PoliticsSolitics (@IamPolSol) January 20, 2023
એક યુઝરે કટાક્ષ કરતાં કહ્યું કે, જે કોઈ લોકોએ રાહુલ ગાંધીની તપસ્યાનો ભંગ કર્યો હશે તેમને પાપ લાગશે.
तपस्वी की तपस्या किसने भंग की बे कांगीयों, पाप लगेगा अरै तुमको देख लेना 😂 तपस्वी 🤣 pic.twitter.com/9HySvUAsDw
— नेहा सिंह (निरवाल)💪🇮🇳 (@IJaatniBijnori1) January 20, 2023
એક યુઝરે લખ્યું કે, તપસ્વીએ કોટ પહેરી લીધો છે એટલે હવે દેશમાં ઠંડીનું અધિકારિક આગમન થયું હોવાનું માની લેવામાં આવવું જોઈએ.
"तपस्वी" ने कोट पहन लिया है, भारतवर्ष में सर्दी का आधिकारिक आगमन माना जाए.
— Kumar Shyam (@thekumarshyam) January 20, 2023
તદુપરાંત, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉત પણ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા. જેના કારણે એ પણ ચર્ચા ચાલી હતી કે શું સંજય રાઉત હવે શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાઈ જશે?
Sanjay Raut quits Shivsena and joins congress?
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) January 20, 2023
રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમણે ગત વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી પોતાની યાત્રા શરૂ કરી હતી. ઠંડી પડવા લાગ્યા બાદ જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા’ દરમિયાન તેમને કેટલીક છોકરીઓ મળી હતી કે જેમણે સ્વેટર પણ પહેર્યા ન હતા, તેથી તેમણે પણ નક્કી કર્યું કે તે આ યાત્રામાં માત્ર ટી-શર્ટમાં જ રહેશે અને ગરમ કપડાં નહીં પહેરે.
જોકે આજના દ્રશ્યો જોતા લાગે છે કે રાહુલ ગાંધી હવે ઠંડીથી ડરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન તે બ્લેક જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. તેમની આસપાસ તેમના સમર્થકોની ભીડ અને તેમની ફરતે સુરક્ષા કર્મચારીઓનો ઘેરો હતો. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. આ અંગે 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં એક કાર્યક્રમ પણ છે. પરંતુ આ દરમિયાન લાલ ચોક પર તિરંગો નહીં લહેરાવવાના નિર્ણયને કારણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ બંને ચર્ચામાં આવી ગયાં છે.