Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીનગરના લાલ ચોક પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો રાહુલ ગાંધીને RSSનો એજન્ડા લાગે...

    શ્રીનગરના લાલ ચોક પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો રાહુલ ગાંધીને RSSનો એજન્ડા લાગે છે; દેશપ્રેમ સામે દ્વેષપ્રેમ મહત્વનો

    રાહુલ ગાંધીએ કે કોંગ્રેસના કોઈ નેતાએ સંઘનો ઉલ્લેખ કરીને વિવાદિત નિવેદન આપ્યું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ તેઓ આમ કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું ગળું કાપી નાખો, પરંતુ ક્યારેય સંઘ કાર્યાલય નહિ જાઉં.

    - Advertisement -

    હમણાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે સ્પષ્ટ અણગમો દર્શાવતા રાહુલ ગાંધી જાહેરમાં વિચિત્ર નિવેદનો આપીને પોતાનો “સંઘ દ્વેષ” બહાર કાઢે છે. જેનું એક તાજું ઉદાહરણ હવે જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં જોવા મળશે. કારણકે કોંગ્રેસે જાહેર કર્યું છે કે લાલ ચોક પર ધ્વજવંદનને RSSનો એજન્ડા છે, જેથી તે જગ્યાએ રાહુલ ગાંધી ત્યાં ધ્વજવંદન નહી કરે, આ એ જ લાલ ચોક છે જ્યાં ભારતનો ત્રિરંગો તો ફરકાવો ઠીક પણ મોઢા માંથી ભારત શબ્દ બોલતાની સાથે આતંકવાદીઓ ગોળીઓ વરસાવતા હતા. અને હવે લાલ ચોક પર ધ્વજવંદનને RSSનો એજન્ડા કહીને રાહુલ ગાંધી ત્રિરંગો નહી ફરકાવે તેવી નિવેદન આપી કોંગ્રેસ પાર્ટી સવાલોમાં ઘેરવાની તૈયારીઓમાં છે.

    મળતા અહેવાલ અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (AICC) ના પ્રભારી અને પાર્ટીના સાંસદ રજની પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે અને અહી જ તેમની ભારત જોડો યાત્રાનું સમાપન કરશે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે લાલ ચોક પર ધ્વજવંદન RSSનો એજન્ડા છે જેથી રાહુલ ગાંધી ત્યાં ત્રિરંગો નહી ફરકાવે. પરંતુ પાર્ટી કાર્યાલય પર ઝંડો ફરકાવશે.

    30 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રાના સમાપન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની રાહુલ ગાંધીની યોજના વિશે પાટીલે વધુમાં કહ્યું કે, “અમે લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાના આરએસએસના એજન્ડામાં માનતા નથી, જ્યાં તે પહેલેથી જ અનેક વાર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. યાત્રાના સમાપનનો મુખ્ય સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોજાશે.”

    - Advertisement -

    ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા આ યાત્રામાં જોડાશે

    આ ઉપરાંત 19 જાન્યુઆરીએ જમ્મુમાં પ્રવેશનારી ભારત જોડો યાત્રાની વિગતો આપતાં પાટીલે જણાવ્યું હતું કે યાત્રા ત્યાં જ રાત્રિ રોકાશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને પૂર્વ મંત્રી ચૌધરી લાલ સિંહ જેવા દિગ્ગજ રાજકારણીઓએ જાહેરાત કરી છે કે તેઓ આવતા અઠવાડિયે લખનપુરથી યાત્રામાં જોડાશે. ઓમર અબ્દુલ્લા કાશ્મીરની યાત્રામાં જોડાય તેવી અટકળો પણ છે, જ્યારે સીપીઆઈ(એમ)ના નેતા એમ વાય તારીગામી, અવામી નેશનલ મુઝફ્ફર. શાહ અને શિવસેનાના નેતાઓ વિવિધ સ્થળોએ સંમેલનમાં ભાગ લેશે. પાટીલે વધુમાં કહ્યું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તે તેની માતા અને પુત્રી સાથે જોડાવા માંગે છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે ત્રણેય ક્યાંથી જોડાશે.

    પહેલા પણ “સંઘ દ્વેષ” છલકાવી ચુક્યા છે રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ કે કોંગ્રેસના કોઈ નેતાએ સંઘનો ઉલ્લેખ કરીને વિવાદિત નિવેદન આપ્યું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ તેઓ આમ કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું ગળું કાપી નાખો, પરંતુ ક્યારેય સંઘ કાર્યાલય નહિ જાઉં. રાહુલ ગાંધીને વરુણ ગાંધી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મારી વિચારધારા વરુણની વિચારધારા સાથે મેળ ખાતી નથી. વરુણ ગાંધીને લઈને રાહુલે કહ્યું હતું કે તેમણે આરએસએસની વિચારધારાને અપનાવી છે. આ પછી રાહુલ ગાંધીએ RSS પર વિચિત્ર ટીપ્પણી આપતા કહ્યું કે મારું ગળું કાપી નાખો, પરંતુ RSS ઓફિસ નહીં જાઉં.

    તે પહેલા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાહુલ ગાંધીએ ‘કૌરવો’ સાથે સરખાવ્યું હતું. ત્યારબાદ તેઓ કહ્યું હતું કે, RSSના લોકો ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી કહેતા કારણ કે ભગવાન શિવ તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર આક્રમણ કરી રહ્યા છે. તેમણે ‘જય સિયારામ’માંથી માતા સીતાને કાઢી મૂક્યાં છે. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

    ભારત જોડો યાત્રામાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને RSSના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પરંતુ ‘જય સિયારામ’ નથી કહેતા કારણ કે તેમના સંગઠનમાં મહિલાઓ માટે સ્થાન નથી. જોકે, રાહુલ ગાંધીની આ વાતોથી વિપરીત સત્ય એ છે કે ‘જય શ્રીરામ’મા ‘શ્રી’ માતા સીતા માટે વપરાય છે. જેના શાસ્ત્રોમાં પણ પુરાવા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં