Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRSS પર ફરી એક વાર રાહુલ ગાંધીનો દ્વેષ દેખાયો, કહ્યું: 'મારું માથું...

    RSS પર ફરી એક વાર રાહુલ ગાંધીનો દ્વેષ દેખાયો, કહ્યું: ‘મારું માથું વાઢી નાંખો, પણ હું સંઘ કાર્યાલય નહિ જાઉં’

    થોડા સમય પહેલાં ભારત જોડો યાત્રામાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને RSSના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પરંતુ ‘જય સિયારામ’ નથી કહેતા કારણ કે તેમના સંગઠનમાં મહિલાઓ માટે સ્થાન નથી. જોકે, રાહુલ ગાંધીની આ વાતોથી વિપરીત સત્ય એ છે કે ‘જય શ્રીરામ’મા ‘શ્રી’ માતા સીતા માટે વપરાય છે. જેના શાસ્ત્રોમાં પણ પુરાવા છે.

    - Advertisement -

    ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન હોશિયારપુર પહોંચેલા રાહુલ ગાંધીએ RSS પર વિચિત્ર ટીપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું ગળું કાપી નાખો, પરંતુ ક્યારેય સંઘ કાર્યાલય નહિ જાઉં. રાહુલ ગાંધીને વરુણ ગાંધી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મારી વિચારધારા વરુણની વિચારધારા સાથે મેળ ખાતી નથી. વરુણ ગાંધીને લઈને રાહુલે કહ્યું હતું કે તેમણે આરએસએસની વિચારધારાને અપનાવી છે. આ પછી રાહુલ ગાંધીએ RSS પર વિચિત્ર ટીપ્પણી આપતા કહ્યું કે મારું ગળું કાપી નાખો, પરંતુ RSS ઓફિસ નહીં જાઉં.

    અહેવાલો અનુસાર રાહુલે કહ્યું હતું કે, “વરુણ ગાંધી બીજેપીમાં છે. જો તેઓ અહીંથી નીકળી જશે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. હું આરએસએસની ઓફિસમાં જઈ શકતો નથી, તે પહેલાં મારે માથું કપાવી નાખવું પડશે. આ તરફ મારો પરિવાર છે. જે એક વિચારધારા છે. વરુણે બીજી તરફની વિચારધારા અપનાવી છે અને હું તે વિચારધારાને સ્વીકારી શકતો નથી.”

    આ ઉપરાંત મીડિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું ‘ગોદી મીડિયા’ નથી લાવ્યો, તે મારુ વાક્ય નથી. હું પત્રકારોની ટીકા કરતો નથી, પરંતુ હું મીડિયાના બંધારણની ટીકા કરું છું. મારે ન્યાયી અને સ્વતંત્ર મીડિયા જોઈએ છે.” સુરક્ષામાં ચૂક અંગે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું, “એક વ્યક્તિ મને ગળે લગાવવા આવ્યો હતો, ખબર નથી કે તેઓ તેને શા માટે ક્ષતિ કહી રહ્યા છે. તે મુલાકાત દરમિયાન ખૂબ જ ઉત્સાહિત હતો. તેને સુરક્ષામાં ખામી ન કહી શકાય. સુરક્ષા કર્મચારીઓ તેને તપાસ્યો અને તે બસ મને મળવા માટે ઉત્સાહિત હતો.” આ ઉપરાંત રાહુલે એમ પણ કે કહ્યું, “RSS અને BJP ભારતની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યાં છે. તેમનું તમામ સંસ્થાઓ પર દબાણ છે. હવે ભારતની સંસ્થાઓ અને વિપક્ષ વચ્ચે લડાઈ છે.”

    - Advertisement -

    આ પહેલા પણ સંઘ વિસે રાહુલ આપી ચુક્યા છે વિવાદિત ટીપ્પણી

    રાહુલ ગાંધીએ સંઘનો ઉલ્લેખ કરીને ભાજપને ઘેરવાની કોશિશ કરી હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ તે આમ કરી ચુક્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાહુલ ગાંધીએ ‘કૌરવો’ સાથે સરખાવ્યું હતું. ત્યારબાદ તેઓ કહે છે કે, RSSના લોકો ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી કહેતા કારણ કે ભગવાન શિવ તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર આક્રમણ કરી રહ્યા છે. તેમણે ‘જય સિયારામ’માંથી માતા સીતાને કાઢી મૂક્યાં છે. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ભારત જોડો યાત્રામાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને RSSના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પરંતુ ‘જય સિયારામ’ નથી કહેતા કારણ કે તેમના સંગઠનમાં મહિલાઓ માટે સ્થાન નથી. જોકે, રાહુલ ગાંધીની આ વાતોથી વિપરીત સત્ય એ છે કે ‘જય શ્રીરામ’મા ‘શ્રી’ માતા સીતા માટે વપરાય છે. જેના શાસ્ત્રોમાં પણ પુરાવા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં