Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી: મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે છેડતી, 15 મીટર સુધી નશામાં...

    દિલ્હી: મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે છેડતી, 15 મીટર સુધી નશામાં ધૂત કાર ચાલકે ઘસડવાનો આરોપ

    આ ઘટના ગુરુવારે મળસ્કે દિલ્હીની AIIMSના ગેટ નંબર 2 પાસે બની હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    દિલ્હીના મહિલા આયોગનાં વડાં સ્વાતિ માલિવાલ સાથે છેડતીની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે. તેમણે દાવો કર્યો છે કે એક ગાડીના ડ્રાઈવરે નશાની હાલતમાં તેમની છેડતી કરી અને જ્યારે તેમણે તેને પકડી લીધો તો ગાડીના કાચમાં તેમનો હાથ બંધ કરીને ઘસડ્યાં હતાં.

    સ્વાતિ માલિવાલે ટ્વિટર મારફતે જાણકારી આપતાં કહ્યું કે, તેઓ બુધવારે (18 જાન્યુઆરી 2023) દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિ જાણવા માટે ગયાં હતાં. ત્યારે એક ગાડીના ડ્રાઈવરે નશાની હાલતમાં તેમની છેડતી કરી અને જ્યારે તેમણે તેને પકડી લીધો તો ડ્રાઈવરે તેમનો હાથ ગાડીમાં ફસાવીને ઘસડ્યાં હતાં. તેમણે ટિપ્પણી કરીને કહ્યું કે, દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષ જ સુરક્ષિત ન હોય તો વિચારવું રહ્યું. 

    બીજી તરફ, આ મામલે પોલીસે પણ સંજ્ઞાન લીધું છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્વાતિને 10થી 15 મીટર સુધી ઘસડવામાં આવ્યાં હતાં. આ ઘટના ગુરુવારે મળસ્કે AIIMSના ગેટ નંબર 2 પાસે બની હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરની ઓળખ હરીશ ચંદ્ર તરીકે થઇ છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના અંગે જણાવતાં કહેવામાં આવ્યું કે, તેણે સ્વાતિને પોતાની કારમાં બેસવા માટે કહ્યું હતું અને જેથી તેઓ તેને ઠપકો આપતાં હતાં ત્યારે તેણે અચાનક કારનો કાચ ચડાવી દીધો હતો અને જેના કારણે સ્વાતિ માલિવાલનો હાથ ફસાઈ ગયો હતો. સ્વાતિ તેમની ટીમ સાથે ફૂટપાથ નજીક ઊભાં હતાં ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. 

    ઘટના બાદ પોલીસે FIR દાખલ કરીને 47 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેમજ પીડિત અને આરોપી બંનેનાં મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યાં હતાં. 

    ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતમાં જ દિલ્હીમાં એક ઘટના સામે આવી હતી જ્યાં એક યુવતીને એક કાર દ્વારા 12 કિલોમીટર સુધી ઘસડવામાં આવી હતી. કારે યુવતીની ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે તે કાર નીચે ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ગાડી 12 કિલોમીટર સુધી યુવતીને ઘસડતી રહી હતી. પછીથી જાણવા મળ્યું હતું કે કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હતા. જ્યારે યુવતી મૃત્યુ પામી હતી. આ તમામની બીજા દિવસે ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં