Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: સાથે મળીને વાહનો ચોરતા હતા સસરા-જમાઈ બદરુદ્દીન અને શાહિદ, પોલીસના હાથે...

    અમદાવાદ: સાથે મળીને વાહનો ચોરતા હતા સસરા-જમાઈ બદરુદ્દીન અને શાહિદ, પોલીસના હાથે ઝડપાયા

    પોલીસના હાથે પકડાયા બાદ બંનેએ અનેક સ્થળોએ વાહનો ચોરી કર્યાં હોવાની કબૂલાત કરી હતી.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાંથી વાહન ચોરીને અંજામ આપતા બે ઈસમોની ધરપકડ કરાઈ છે. આ બંને સસરા-જમાઈ છે. બંનેની ઓળખ બદરુદ્દીન ઉર્ફ અનવર સૈયદ અને શાહિદ અરબ તરીકે થઇ છે. એક વખત જમાઈએ ચોરી કરવા માટે સસરાને ટીપ આપી હતી પછીથી એવી ‘ફાવટ’ આવી ગઈ કે બંને સાથે જ વાહનો ચોરી કરવા લાગ્યા હતા. 

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક આઇસર ચોરાઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આ બંને સુધી પહોંચી હતી. ચોરી કરીને બંને ફરાર થઇ ગયા હતા પરંતુ પોલીસે પકડીને પૂછપરછ કરતાં બંનેએ ગુનો કબૂલી લીધો હતો. 

    પોલીસની પૂછપરછમાં બંનેએ અન્ય પણ ઘણી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. જેમાં અમદાવાદ ઉપરાંત, યુપીના અમુક વિસ્તારો તેમજ ભરૂચ, આણંદ, બાગોદરા, ખોખરા વગેરે વિસ્તારમાં વાહનો ચોરી કર્યાં હોવાનું કબૂલ્યું હતું. આ બંને જ્યાં સીસીટીવી કેમેરા ન હોય તેવાં સ્થળોને નિશાન બનાવતા હતા. 

    - Advertisement -

    બંનેએ પોલીસને જણાવ્યું હતું કે, બદરુદ્દીન વડોદરામાં રહે છે અને તેનો જમાઈ શાહિદ અમદાવાદ રહે છે. બદરુદ્દીન પહેલેથી જ વાહન ચોરીમાં પાવરધો હતો. એક વખત જમાઈએ સસરાને વાહન ચોરી માટે ટીપ આપી હતી. પછીથી બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા. 

    બંને હાઈ-વે કે અન્ય કોઈ જગ્યાઓએ પડેલાં વાહનોને ઉઠાવી લઇ જતા હતા. સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યાએ પડેલાં વાહનોને વાયરિંગ થકી શરૂ કરીને ચોરી કરીને ભાગી છૂટતા હતા. 

    પોલીસ રેકોર્ડ અનુસાર, બદરુદ્દીન સામે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કુલ 26 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અનેકમાં તેની ધરપકડ પણ થઇ હતી. હાલ બંનેને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ બંને સાથે કોઈ અન્ય વ્યક્તિ સામેલ હતો કે કેમ અને અન્ય ક્યાં-ક્યાં ચોરીને અંજામ આપ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે. 

    બીજી તરફ, તાજેતરમાં જ અમદાવાદ પોલીસે વાહનચોરીના અન્ય એક કેસમાં અબ્દુલ સિપાહી અને જાવેદ કુરેશી નામના બે ઈસમોની ધરપકડ કરી હતી. આ બંને ક્રેનની મદદથી કારની ચોરી કરતા હતા. આ બંને ચોરી કરેલી કારને ક્રેનથી ટોઇંગ કરીને કબાડી માર્કેટમાં લઇ જતા હતા પરંતુ પહોંચે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં