બિહારના શિક્ષણ મંત્રી અને આરજેડી નેતા ચંદ્રશેખરે હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિતમાનસ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ હવે વિવાદ વકર્યો છે. તેમની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તો બીજી તરફ ભાજપે પણ આરજેડી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આ સંયોગ નહીં પરંતુ પ્રયોગ છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિન્દલે દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ યુનિટના ડીસીપીને સંબોધીને અરજી કરીને રામચરિતમાનસ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર બિહાર સરકારના મંત્રી ચંદ્રશેખર સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. ફરિયાદ કરીને તેમણે કહ્યું કે, મંત્રીનો આશય હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાનો હતો.
Derogatory & Inciting comments made by Chandrashekar, Bihar, education Minister for holy book of Hindus Shri RamCharitraManas.I am requesting @DCP_CCC_Delhi to lodge FIR against him and take strict legal action. #biharpolitics #Rammandir #Ramcharitmanas pic.twitter.com/5viyM6zN69
— Adv.Vineet Jindal (@vineetJindal19) January 12, 2023
ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, ચંદ્રશેખરે હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને ભાગલા પાડવાના અને નફરત ફેલાવવાના આશયથી પવિત્ર ગ્રંથ વિશે ટિપ્પણી કરી હતી. તેમનું નિવેદન સ્પષ્ટ ઈશારો કરે છે કે તેમનો મકસદ બે જૂથો વચ્ચે દુશ્મનાટ પેદા કરવાનો હતો.
ફરિયાદમાં બિહારના મંત્રી સામે આઇપીસીની કલમ 153A અને B, 295, 298 અને 505 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસ તરફથી આ અંગે કોઈ અધિકારીક પ્રતિક્રિયા આપવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.
ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે, આ કોઈ સંયોગ નથી પરંતુ વોટ બેન્કનો પ્રયોગ છે. થોડા દિવસ પહેલાં RJD નેતા અને બિહારના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંઘે પણ રામ જન્મભૂમિને નફરતની જમીન જમાવી હતી અને હવે બિહારના આરજેડી નેતા અને શિક્ષણમંત્રીએ રામચરિતમાનસ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. આ કોઈ સંયોગ નથી પરંતુ ષડ્યંત્ર છે.
તેમણે ઉમેર્યું કે, આ એક રણનીતિ છે કે હિંદુઓની આસ્થા પર પ્રહાર કરો અને વોટ મેળવો. આ આખી ઇકોસિસ્ટમ હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતી રહે છે. કોઈ ભગવા કપડાં વિશે બોલે છે તો કોઈ હિંદુત્વને ISIS અને બોકો હરામ સાથે જોડે છે તો કોઈ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે અને કોઈ કહે છે કે રામમંદિર બનવું જ ન જોઈએ.
#WATCH मनुस्मृति को क्यों जलाया गया क्योंकि उसमें एक बड़े तबके के खिलाफ अनेको गालियां दी गई। रामचरितमानस का क्यों प्रतिरोध हुआ और किस अंश का प्रतिरोध हुआ?: रामचरितमानस पर बिहार के शिक्षा मंत्री चंद्रशेखर, पटना pic.twitter.com/bW2pB8Eg3P
— ANI_HindiNews (@AHindinews) January 11, 2023
ઉલ્લેખનીય છે કે બિહારના શિક્ષણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા ચંદ્રશેખરે મનુસ્મૃતિ અને રામચરિતમાનસ વિશે ટિપ્પણી કરતાં આ બંને ગ્રંથોને નફરત ફેલાવનારા ગણાવ્યા હતા. જેને લઈને ખાસ્સો વિવાદ સર્જાયો છે.