બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને નફરત ફેલાવવા વાળો ગ્રંથ ગણાવ્યો છે. ‘નાલંદા ઓપન યુનિવર્સિટી’ના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે આરજેડી નેતા ચંદ્રશેખરે તુલસીદાસ રચિત રામચરિતમાનસને સમાજમાં વિભાજન પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રામચરિતમાનસ દલિતો અને પછાત વર્ગના લોકોને શિક્ષણ મેળવવાથી રોકે છે. યુનિવર્સિટીના સંબોધન બાદ બહાર આવીને પણ બિહારના શિક્ષણ મંત્રી મીડિયા સામે પણ તેમના નિવેદન પર મક્કમ દેખાયા.
બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને ઉલ્લેખીને પટના જ્ઞાન ભવનમાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. ચંદ્રશેખરે તેમના સંબોધન દરમિયાન રામચરિતમાનસના એક દોહા “અધમ જાતિ મેં વિદ્યા પાયે, ભયહુ યથા આહી દૂધ પિલાય” નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ એક એવો ગ્રંથ છે જે સમાજમાં નફરત ફેલાવે છે. તેમણે કહ્યું કે અધમનો અર્થ છે નીચ જાતી થાય છે, આ શબ્દને તેમણે જાતિ સાથે જોડ્યો અને કહ્યું કે આ દોહા અનુસાર, નીચી જાતિ એટલે કે દલિત-પછાત અને મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી.
बिहार के शिक्षा मंत्री चंद्रशेखर ने विवादित बयान देते हुए रामचरितमानस को नफरत फैलाने वाला ग्रंथ बताया है, वो यहीं नहीं रुके और मनुस्मृति को जलाने तक की वकालत कर दी है। उन्होंने ये बातें नालंदा ओपन विश्वविद्यालय के दीक्षांत समारोह में छात्रों को संबोधित करते हुए कहीं।#Bihar pic.twitter.com/kU0A6ulrMS
— Bihar Tak (@BiharTakChannel) January 11, 2023
બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે પોતાના સંબોધનની શરૂઆતમાં સભાગૃહમાં ઉપસ્થિત બાળકોને પૂછ્યું કે શું તેઓ ભારતને નફરતથી મજબૂત બનાવશે કે પ્રેમથી? ઓડિટોરિયમમાં હાજર બાળકોએ ‘પ્રેમથી’ જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું. અને કહ્યું કે દેશમાં કેટલાક એવા વિચારો ચાલી રહ્યા છે જે નફરત ફેલાવવા માંગે છે અને આ વિચારો આજના નથી, પરંતુ આજથી ત્રણ હજાર વર્ષ પહેલા જયારે મનુસ્મૃતિ લખાઈ હતી ત્યારે આ વિચારો ત્યાંથી જ આવ્યા હતા.
#WATCH मनुस्मृति को क्यों जलाया गया क्योंकि उसमें एक बड़े तबके के खिलाफ अनेको गालियां दी गई। रामचरितमानस का क्यों प्रतिरोध हुआ और किस अंश का प्रतिरोध हुआ?: रामचरितमानस पर बिहार के शिक्षा मंत्री चंद्रशेखर, पटना pic.twitter.com/bW2pB8Eg3P
— ANI_HindiNews (@AHindinews) January 11, 2023
સંબોધન બાદ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં પણ તેમણે પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમયે મનુસ્મૃતિએ સમાજમાં નફરતનું બીજ વાવ્યું હતું, ત્યારબાદ રામચરિતમાનસે સમાજમાં નફરત પેદા કરી હતી. ચંદ્રશેખરના મતે આજના સમયમાં ગુરુ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સમાજમાં જેટલી જાતિઓ છે તેટલી નફરતની દીવાલો છે. જ્યાં સુધી આ દીવાલો સમાજમાં રહેશે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ બની શકશે નહીં.