Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાંડવોએ નોટબંધી-GST લાગુ કર્યાં ન હતાં': અટપટાં નિવેદનો આપવાનો સિલસિલો ચાલુ રાખતા...

    ‘પાંડવોએ નોટબંધી-GST લાગુ કર્યાં ન હતાં’: અટપટાં નિવેદનો આપવાનો સિલસિલો ચાલુ રાખતા રાહુલ ગાંધી, કહ્યું- પાંડવો સાથે દરેક ધર્મના લોકો હતા

    રાહુલ ગાંધીએ પૂછ્યું, પાંડવોએ નોટબંધી કરી હતી? ખોટો GST લાગુ કર્યો હતો? તેમણે એ ક્યારેય કર્યું ન હોત. કારણ કે તેઓ તપસ્વી હતા. 

    - Advertisement -

    ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક પછી એક અટપટાં અને પહેલી નજરે વિચિત્ર લાગે તેવાં નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા બે દિવસમાં રાહુલ ગાંધી આવાં અનેક નિવેદનો કરી ચૂક્યા છે ત્યારે તેમણે આજે કુરુક્ષેત્રમાં બીજાં આવાં નિવેદનો આપી દીધાં હતાં. 

    રાહુલ ગાંધીએ પાંડવોને લઈને કહ્યું કે, તેમણે ક્યારેય GST કે નોટબંધી લાગુ કર્યાં ન હતાં કારણ કે તેઓ તપસ્વીઓ હતા. તેમણે એમ પણ કહ્યું કે, પાંડવોને તમામ ધર્મોના લોકોનો સહકાર હતો. તેમણે એવું પણ કહ્યું કે, પાંડવો સાથે અરબપતિ ન હતા પરંતુ જનતા હતી. વધુમાં રાહુલ ગાંધીએ ભાજપ અને RSSને લઈને કહ્યું કે, તેઓ ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી બોલતા કારણ કે ભગવાન શિવ તપસ્વી છે. 

    રાહુલ ગાંધીએ પૂછ્યું, પાંડવોએ નોટબંધી કરી હતી? ખોટો GST લાગુ કર્યો હતો? તેમણે એ ક્યારેય કર્યું ન હોત. કારણ કે તેઓ તપસ્વી હતા. 

    - Advertisement -

    આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંડવો સાથે દરેક ધર્મના લોકો હતા. તેમણે સાથે યાત્રાને પણ જોડી હતી અને કહ્યું કે, આ પ્રેમની દુકાન છે અને તેમાં કોઈ ધર્મ વિશે નથી પૂછતું. પાંડવોએ પણ અન્યાય વિરુદ્ધ કામ કર્યું હતું અને તેમણે પણ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી હતી. ઉલ્લેખનીય છે કે આ શબ્દોનો ઉપયોગ રાહુલ ગાંધી ઘણી વખત યાત્રામાં કરી ચૂક્યા છે. 

    ફરી એક વખત ઉદ્યોગપતિઓનો પ્રત્યેનો પોતાનો અણગમો વ્યક્ત કરતાં રાહુલ કહે છે કે, “નોટબંધી અને GST નરેન્દ્ર મોદીએ સાઈન કર્યાં હતાં. પરંતુ મોદીજીની શક્તિએ નહીં પરંતુ ભારતના બે-ત્રણ અરબપતિઓની શક્તિએ વડાપ્રધાનનો હાથ ચલાવ્યો હતો. તે સમયના અરબપતિઓ પાંડવો સાથે ઉભા હતા? જો ઉભા હોત તો પાંડવ જંગલમાં કેમ બેઠા હતા? પાંડવોને ઘરમાંથી કેમ કાઢ્યા? કારણ કે તેમની સાથે અરબપતિ નહતા ઉભા. તેમની સાથે આ ધરતીની જનતા, આ ધરતીના ખેડૂતો, મજૂરો, ગરીબો, નાના દુકાનદારો ઉભા હતા.”

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાહુલ ગાંધીએ ‘કૌરવો’ સાથે સરખાવ્યું હતું. ત્યારબાદ તેઓ કહે છે કે, RSSના લોકો ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી કહેતા કારણ કે ભગવાન શિવ તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર આક્રમણ કરી રહ્યા છે. તેમણે ‘જય સિયારામ’માંથી માતા સીતાને કાઢી મૂક્યાં છે. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ભારત જોડો યાત્રામાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને RSSના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પરંતુ ‘જય સિયારામ’ નથી કહેતા કારણ કે તેમના સંગઠનમાં મહિલાઓ માટે સ્થાન નથી. જોકે, રાહુલ ગાંધીની આ વાતોથી વિપરીત સત્ય એ છે કે ‘જય શ્રીરામ’માં ‘શ્રી’ માતા સીતા માટે વપરાય છે. જેના શાસ્ત્રોમાં પણ પુરાવા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં