ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના નજીકના સાથી અને બીએસપી સરકારમાં મંત્રી યાકુબ કુરેશી અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બંને છેલ્લા 9 મહિનાથી ફરાર હતા. ગેરકાયદેસર માંસનો વેપાર કરવાના આરોપમાં યાકુબ અને તેના પુત્રને 50-50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, મેરઠની ખરખોડા પોલીસે બંનેની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. યાકુબ કુરેશી તેના પુત્ર સાથે ભાડાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસે દરોડો પાડતા શનિવારે (7 જાન્યુઆરી, 2022) બપોરે લગભગ 2 વાગ્યે આ ધરપકડ કરી હતી.
Yaqoob Qureshi,who was a minister in BSP Govt in UP,along with his son arrested by UP’s Meerut Police with the help of Delhi Police from Delhi’s Chandni Mahal area for running an unlicensed business of meat packaging&processing. Meerut Police had announced reward for their arrest pic.twitter.com/1kC4wrcPKP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2023
યાકુબ અને તેનો પરિવાર ગેરકાયદે માંસના વેપાર કેસમાં છે આરોપી
ઉત્તર પ્રદેશ પોલીસે અન્ય વિભાગો સાથે મળીને 31 માર્ચ, 2022ના રોજ યાકુબની ગેરકાયદેસર માંસનો વેપાર કરતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ કરોડ રૂપિયાનું ગેરકાયદેસર માંસ જપ્ત કર્યું હતું. આટલું જ નહીં, પોલીસે ગેરકાયદે માંસનું પેકિંગ કરતી વખતે 10 લોકોની રંગે હાથે ધરપકડ કરી હતી.
આ કેસમાં પોલીસે યાકુબ કુરેશી, તેની પત્ની સંજીદા બેગમ, બંને પુત્રો ઈમરાન અને ફિરોઝ સહિત 17 લોકોને આરોપી તરીકે નામ આપ્યા હતા. આ પછી પોલીસે કોર્ટમાં હાજર ન થવા પર યાકુબ અને તેના પરિવાર પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ સાથે તેના ઘરે જપ્તી વોરંટ ચોંટાડવામાં આવ્યું હતું અને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પછી પણ તે કોર્ટમાં હાજર થયો ન હતો. દરમિયાન, કોર્ટના આદેશને પગલે તેની 100 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે યાકુબ કુરેશીના પુત્ર ફિરોઝની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચુકી છે. તે જ સમયે, ફરાર આરોપીઓ પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવાની સાથે, ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં હવે મોટી કાર્યવાહી કરતા પોલીસે યાકુબ અને તેના પુત્રની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે. આ સાથે જ હાઈકોર્ટે તેમની પત્ની સંજીદા બેગમની ધરપકડ પર રોક લગાવી દીધી છે.