કોંગ્રેસની ભારત જોડો યાત્ર ફરતાં ફરતાં ગઈ કાલે હરિયાણાના પાનીપત પહોંચી હતી. આ તકે કોંગ્રેસે એક રૈલીનું આયોજન કર્યું હતું. આ રૈલીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને હાલ વાયનાડ ના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા.
આ તકે કોંગ્રેસ અધ્યક્ષ જ્યારે ભાષણ દેવા ઊભા થયા ત્યારે ત્યાં હાજર યુવાનોએ તેમને રીતસરના ભોંઠા પાડ્યા હતા. ભારત જોડો યાત્રા ફરતાં ફરતાં જ્યારે હરિયાણાના પાનીપત પહોંચી ત્યારે મલ્લિકાર્જૂન ખડગે તેમનું ભાષણ દેવા ઊભા થયા હતા. આ તકે ભાષણ વચ્ચે યુવાનોને પૂછ્યું કે, “શું મોદી એ તેમને નોકરી આપી છે?”, ત્યારે યુવાનોએ ઉત્સાહભેર જવાબ આપ્યો હતો કે ‘ હા, આપી છે’ ત્યારે કોંગ્રસ અધયક્ષ રીતસરના ભોંઠા પડ્યા હતા.
Kharge uncle wasn’t ready for this public response in Panipat pic.twitter.com/XHP0nbIAgs
— Political Kida (@PoliticalKida) January 6, 2023
પોતાને રાહુલ ગાંધી સામે ભોંઠા પડતા જોઈ તેમણે તર્ક વિહીન તર્ક આપ્યો હતો કે, “તમે લોકો તો લડાયક વૃતિના છો એટલે તમને નોકરી મળી છે”. પરંતુ કોંગ્રેસનીજ રૈલીમાં યુવાનોએ એક સ્વરમાં કોંગ્રેસ અધ્યક્ષ, ઠંડીથી ના ડરતા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ સમક્ષ એક સ્વરે ક્હયું હતું કે મોદી એ તેમને રોજગાર આપ્યો છે. આને લઈને કોંગ્રેસ અધ્યક્ષની સોશીયલ મિડીયામાં ખૂબજ રમૂજ બની હતી અને લોકોએ લખ્યું હતું કે, ‘આ કોંગ્રેના મોઢા પર તમાચા સમાન છે’, ‘મલ્લિકાર્જૂનનું મોઢું જોવા જેવું હતુ’ વગેરે વગેરે….
Tight slap on face#corruptcongress
— Vipasha_Sushant21 (@sh_chopra) January 6, 2023
આ તબ્બકે કોંગ્રેસ અધયક્ષે ગૃહ મંત્રી અમિત શાહ પર પણ હમલો કર્યો હતો. થોડા દિવસો પહેલા અમિત શાહે નિવેદન આપ્યું હતું કે, ‘આગમી 1 જાન્યુવારી પહેલા રામ મંદિરનું કામ પૂરું થઈ જાશે અને જનતા માટે રામ મંદિરના દ્વાર ખુલી જશે’. આ સંદર્ભમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે “અમિત શાહ કોણ છે રામ મંદિર ખુલ્લું મુકવાની તારીખ બતાવવાવાળા?”
છેલ્લા એક મહિનાથી ચાલતી કોંગ્રેસની ભારત જોડો યાત્રા સતત ચર્ચામાં રહી છે. પછી તે રાહુલ ગાંધીનું અડધી બાંયનું ટી-શર્ટ હોય કે રાહુલ ગાંધીને ઠંડીથી ડરના લાગવાવાળું નિવેદન કે પછી ભારતની 140 કરોડ રૂપિયા જનતા. આમ સમગ્ર દેશમાં પોતાનો જનાધાર ખોઈ બેઠેલી કોંગ્રેસ ફરી પોતાને ઊભી કરવા માટે ભારત જોડો યાત્રા કરી રહી છે જે સતત ચર્ચામાં છે.