બાળકો એ માતાપિતાનું સર્વસ્વ હોય છે, પોતાના બાળકોના ઉછેર માટે તેઓ દુનિયાની તમામ મુશ્કેલીઓ સામે બાથ ભીડે છે. તેમાં પણ સંતાનો પ્રત્યે માતાની લાગણીઓ શબ્દોમાં વર્ણવી અશક્ય છે. પણ આ મોટી વાતોથી વિપરીત એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને હ્રદય દ્રવી ઉઠે. આ કિસ્સો છે હત્યારી અમ્મી ફરજાનાબાનુનો, પોતાના શોહર સાથે બાળકીના ઈલાજ કરવા અમદાવાદ સિવિલમાં આવેલી ફરજાનાબાનુએ નવજાત બાળકીને ત્રીજા માળેથી ફેંકી દઈને ક્રૂર હત્યા કરી નાંખી હતી.
મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના પેટલાદના રાવલી ગામમાં રહેતા આસિફમિયાં મલેકની પત્ની ફરજાનાબાનુએ 2 મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકી બીમાર રહેતા તેઓ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. પરંતુ તે છતાં તે વધુ બીમાર પડતા તેઓ બાળકીને લઈને અમદાવાદ સિવિલ ખાતે આવ્યાં હતા. દરમિયાન અમદાવાદ સિવિલમાં આવેલી ફરજાનાબાનુએ નવજાત બાળકીને ત્રીજા માળેથી ફેંકી દઈને ક્રૂર હત્યા કરી નાંખી હતી.
CCTVમાં કેદ થઇ હત્યારી અમ્મીની કરતુત
નવજાત બાળકીના આંતરડા બહાર આવી જતા વડોદરાના તબીબોએ તેણે સિવિલ રેફર કરી હતી. જ્યાં સિવિલની 1200 બેડના વોર્ડ નંબર 3 માં આ બાળકીને દાખલ કરવામાં આવી હતી. પણ ગત 3 તારીખે વહેલી સવારે આસિફમિયાંએ બાળકીને તેના બેડ પર ન જોતા હોબાળો થયો હતો. ત્યાર બાદ બાળકીની તપાસ કરવા જયારે વોર્ડમાં લાગેલા CCTVની વિડીયો ફુટેજની તપાસ કરવામાં આવી તો તેમાં ફરજાનાબાનુ મોદી રાત્રે બાળકીને તેડીને તેણે ત્રીજા માળેથી ફેંકવા દેતી હોવાનું નજરે પડ્યું હતું.
ફરજાનાબાનુ તેની દીકરીને લઈને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હોવાનું જાણવા મળતા આસિફમિયાં તાત્કાલિક નીચે દોડીને જોતા તેમની નવજાત દીકરી મૃત અવસ્થામાં મળી આવી હતી, જેથી આ બાબતે ફરજાનાબાનુની પૂછપરછ કરતાં દીકરી જન્મથી જ બીમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેણે ત્રીજા માળેથી તેને ફેંકીને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
પોતાની 2 મહિનાની નવજાત બાળકીની હત્યા કરનાર ફરજાનાબાનુ વિરુદ્ધ શોહર આસિફમિયાંએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી ફરજાનાબાનુની ધરપકડ કરી તેણે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, અને પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.