ભારતીય સેના દેશની સીમાઓની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરતા ખચકાતી નથી, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવા કટિબદ્ધ ભારતીય સેના પર દેશના દરેક નાગરિકને ગર્વ તો છે જ, તેવામાં દુનિયાની સહુથી ઉંચી અને કપરી યુદ્ધ ભૂમિ પર પોસ્ટીંગ લઈને દેશની એક બહાદુર સૈનિક દીકરી દેશની રખવાળી કરવા જઈ પહોંચી છે. ભારતીય સેનામાં ફરજ બજાવતા કેપ્ટન શિવા ચૌહાણ સિયાચીન ખાતે પોસ્ટીંગ મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.
મળતી માહિતી મુજબ કેપ્ટન શિવા ચૌહાણ સિયાચીન ખાતે પોસ્ટીંગ મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે, અને આ સાથે તેમણે એક નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. ‘ફાયર એન્ડ ફ્યુરી’ સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ ‘કુમાર પોસ્ટ’ પર સક્રિય રીતે પોસ્ટીંગ મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. તેમણે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં કઠોર તાલીમ લીધી છે.
ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ યુનીટે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી, આ ગૌરવવંતી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “ફાયર એન્ડ ફ્યુરી સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર, સિયાચીનમાં કઠોર તાલીમ પૂર્ણ કર્યા બાદ કુમાર પોસ્ટ પર પોસ્ટ થનારી પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.” આ સાથે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા બે તસવીરો પણ શેર કરવામાં આવી છે. આમાં એક તસવીરમાં કેપ્ટન શિવાને જોઈ શકાય છે.
‘Breaking the Glass Ceiling’
— @firefurycorps_IA (@firefurycorps) January 3, 2023
Capt Shiva Chauhan of Fire and Fury Sappers became the first woman officer to be operationally deployed in Kumar Post, post completion of arduous training, at the highest battlefield of the world #Siachen.#SuraSoi@PMOIndia @DefenceMinIndia @adgpi pic.twitter.com/nQbmJxvLQ4
સહુથી ઉંચી યુદ્ધભૂમિ પર દેશની દીકરી
તસવીરમાં જોઈ શકાય છે કે એક બોર્ડ પર ‘વેલકમ ટુ કુમાર પોસ્ટ’ લખેલું છે. આ સાથે સમુદ્ર સપાટીથી ઉપરની પોસ્ટની ઊંચાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે 15632 ફૂટ છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા શેર કરવામાં આવેલી બીજી તસવીરમાં જોઈ શકાય છે કે એક કેપ્ટન શિવ સહિત 10 આર્મી ઓફિસર હાજર છે. ભારતીય ધ્વજ ત્રિરંગા પાછળ પણ જોઈ શકાય છે. તેમજ બરફ જોઈને આ દૂરના વિસ્તારને જાણી શકાય છે.
ભારતીય સેનામાં રચ્યો ઈતિહાસ
ભારતીય સેનાના ઇતિહાસમાં પ્રથમ વાર આવું બન્યું છે કે આ પોસ્ટ પર મહિલા અધિકારીની પોસ્ટીંગ કરવામાં આવ્યું હોય. હાલમાં કેપ્ટન શિવા ચૌહાણ 15,632 ફૂટની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાડ થીજવતા -31 ડિગ્રી તાપમાનમાં પોતાની ફરજ બજાવશે.
#WATCH | Capt Shiva Chouhan becomes the first woman officer to get operationally deployed at the world’s highest battlefield, Siachen, after training at Siachen Battle School along with other personnel.
— ANI (@ANI) January 3, 2023
(Source: Indian Army) pic.twitter.com/He6oPwdQM9
સૌથી કપરો વિસ્તાર છે કુમાર પોસ્ટ
કુમાર પોસ્ટ પર હંમેશા 3000 સૈનિકો તૈનાત હોય છે. જ્યારે અહીં દિવસે તાપમાનનો પારો -21 ડિગ્રી અને રાત્રે -31 ડિગ્રી રહે છે. હિમવર્ષાના કારણે અહીંના જવાનોને રાશન-પાણી કે અન્ય કોઈ મદદ કરવી પણ મુશ્કેલ છે. સિયાચીન ગ્લેશિયર વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક યુદ્ધો થયા છે.