Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તો 15 દિવસમાં ઉકેલી નાખત સુશાંતનો કેસ'; બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનું...

    ‘તો 15 દિવસમાં ઉકેલી નાખત સુશાંતનો કેસ’; બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનું ચોંકાવનારૂ નિવેદન, કહ્યું,: મુબઈ પોલીસે સહયોગ ન કર્યો

    નોંધનીય છે કે 2020 માં, બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરવા માટે મુંબઈ આવી હતી. તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા આઈપીએસ અધિકારી વિનય તિવારીને BMC દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    2 વર્ષ વીતવા છતાં સુશાન્તસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યું કેસમાં હજુ સુધી કોઈ નિવેડો નથી આવ્યો, તેવામાં કુપર હોસ્પીટલના શબગૃહના કર્મચારીના નિવેદન બાદ ફરી એક વાર મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે, આ બધા વચ્ચે સુશાંતસિંહ રાજપુત કેસમાં બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનું નિવેદન પણ આવતા મુદ્દો વધુ ગરમાયો છે, તેમણે દાવો કર્યો હતો કે તેમની ટીમને પ્રતાડિત કરવામાં આવી હતી, અને પુરતો સહયોગ નહતો આપવામાં આવ્યો.

    અહેવાલો મુજબ સુશાંતસિંહ રાજપુત કેસમાં બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનું નિવેદન સામે આવ્યાં બાદ ફરી એક વાર મામલો ગરમાયો છે, હવે આવી રહેલી ટિપ્પણીઓ ચોંકાવનારી છે. આ બાબતની તપાસ થવી જોઈએ. જો બધું બરાબર હતું તો અમારી ટીમને મુંબઈમાં કેમ રોકી દેવામાં આવી? ત્યારે પોલીસ અને સરકારનું વર્તન યોગ્ય ન હતું.” તેમણે જણાવ્યું કે “બિહાર પોલીસની ટીમને સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલામાં કોઈ પારદર્શિતા નહોતી અને આઈપીએસ અધિકારીઓને ટોર્ચર કરવામાં આવ્યાં હતા.”

    અહેવાલો મુજમ તેમણે વધુમાં કહ્યું કે, “મેં સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં FIR નોંધાવી હતી. મેં તપાસ માટે એક ટીમ મુંબઈ મોકલી હતી. તે ટીમનું શું થયું તે બધા જાણે જ છે. અમારા એક આઈપીએસ અધિકારીને પરાણે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. મેં બિહારના સીએમને વિનંતી કરી હતી જે બાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. બિહારના મુખ્યમંત્રીએ આ મામલે ઘણી મદદ કરી હતી.”

    - Advertisement -

    15 દિવસમાં કેસ ઉકેલ્યો હોત: પૂર્વ DGPપાંડે

    તેમણે આગળ જણાવ્યું હતું કે “મેં ત્યારે પણ કહ્યું હતું કે કોઈ કંઈક છુપાવવાની કોશિશ કરી રહ્યું છે. મુંબઈ પોલીસનું ખરાબ વર્તન અનૈતિક અને ખેદજનક હતું. જો મને 15 દિવસનો સમય મળ્યો હોત, તો મેં મામલો ઉકેલી નાખ્યો હોત. પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે. CBI કેટલું કરશે? એસઆઈટીએ આ મામલે પોલીસને મદદ કરવી જોઈએ.”

    નોંધનીય છે કે 2020 માં, બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરવા માટે મુંબઈ આવી હતી. તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા આઈપીએસ અધિકારી વિનય તિવારીને BMC દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે સમયે ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે “આ હાઉસ એરેસ્ટ છે”.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં