Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમે લાલચમાં આવી ગયા હતા, પરંતુ હવે ભૂલ સમજાઈ છે’: યુપીમાં 20...

    ‘અમે લાલચમાં આવી ગયા હતા, પરંતુ હવે ભૂલ સમજાઈ છે’: યુપીમાં 20 પરિવારોની ઘરવાપસી, વૈદિક વિધિથી ફરી સનાતન ધર્મ અપનાવ્યો

    વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય હોવાના કારણે તેમના પ્રલોભનમાં આવીને આ લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. પરંતુ સ્થાનિક સંસ્થાઓ અને સંગઠનોના પ્રયાસથી આજે પોતાના ધર્મમાં પરત ફરી શક્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં લગભગ 20 જેટલા પરિવારોના 70થી વધુ સભ્યોએ ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં ઘરવાપસી કરી છે. આ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધિવત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે આ પરિવારોએ હિંદુ ધર્મ ફરી અપનાવી લીધો હતો અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

    આ તમામ પરિવારો બુલંદશહરના ખુર્જાના છે. સામાજિક સંસ્થા રાષ્ટ્રીય ચેતના મંચે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંસ્થાના અધ્યક્ષ હેમંત સિંહે જણાવ્યું કે, “જે લોકો જુદી-જુદી પરિસ્થિતિઓ કે લોભ-લાલચના કારણે કેટલાંક વર્ષ પહેલાં સનાતન ધર્મનો ત્યાગ કરીને અન્ય પૂજા-પદ્ધતિમાં સામેલ થઇ ગયા હતા તેઓ આજે ફરી પોતાના ઘરમાં, પોતાના સનાતન હિંદુ સમાજમાં પરત ફર્યા છે.” 

    તેમણે આગળ જણાવ્યું કે, “તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ધર્મમાં સ્વાગત કરવામાં આવ્યું અને તમામ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો. તમામ લોકોએ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ અને સનાતન દેવી-દેવતાઓના પૂજન માટે સંકલ્પ કર્યો છે અને મા ભારતીની સેવા કરવા માટે પ્રતિજ્ઞા કરી છે.” જાણવા મળ્યા અનુસાર, કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય મીનાક્ષી સિંહ પણ હાજર રહ્યાં, જેમણે ફૂલ વરસાવીને તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. 

    - Advertisement -

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય હોવાના કારણે તેમના પ્રલોભનમાં આવીને આ લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. પરંતુ સ્થાનિક સંસ્થાઓ અને સંગઠનોના પ્રયાસથી આજે પોતાના ધર્મમાં પરત ફરી શક્યા હતા. આ તમામ લોકોએ મીડિયાને પોતાનો અનુભવ જણાવ્યો તેમજ કયા સંજોગોમાં ધર્માંતરણ કર્યું હતું તે પણ જણાવ્યું હતું. 

    ખ્રિસ્તીમાંથી ફરી હિંદુ બનેલા સંદીપ વાલ્મિકી નામના યુવકે જણાવ્યું કે, તેના એક પુત્રની તબિયત ખરાબ રહેતી હતી અને ઘણી સારવાર પછી પણ તે સાજો થઇ શકતો ન હતો. દરમિયાન ખ્રિસ્તી પ્રચારકો તેના સંર્પકમાં આવ્યા હતા અને તેમણે તેમનો ધર્મ અપનાવવા પર તેનો પુત્ર સ્વસ્થ થઇ જશે તેવો દાવો કર્યો હતો. ત્યારબાદ તેણે પરિવાર સાથે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. 

    હિંદુ ધર્મમાં ઘરવાપસી કરનાર અન્ય લોકોએ જણાવ્યું કે, થોડાં વર્ષો પહેલાં કોલોનીમાં ખ્રિસ્તી પ્રચારકો આવ્યા હતા અને પ્રવૃત્તિઓ કરતા હતા. ત્યારબાદ સ્થાનિકો પણ તેમની પ્રાર્થના સભામાં જવા માંડ્યા. ત્યારબાદ ધીમે-ધીમે તેમના મગજમાંથી દેવી-દેવતાઓના વિચારને ભૂંસીને હિંદુ ધર્મના રીતિ-રિવાજમાં ખામીઓ જણાવીને ખ્રિસ્તી ધર્મ સાથે જોડી દેવામાં આવ્યા. પરિવારોએ કહ્યું કે, “અમને અનેક સુવિધાઓ આપવાની લાલચ આપવામાં આવી, જેનાથી અમે ફોસલાઈ ગયા હતા. પરંતુ હવે અમને અમારી ભૂલ સમજાઈ છે અને હિંદુ ધર્મ અપનાવી લીધો છે. જે વાતનો અત્યંત આનંદ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં