આગામી ફિલ્મ પઠાણના ગીત ‘બેશરમ રંગ’ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એવું જાણવા મળ્યું છે કે ફિલ્મના નિર્માતા યશ રાજ ફિલ્મ્સ પાસે બહુ ઓછા વિકલ્પ બચ્યા છે. એક વિકલ્પ છે કાં તો ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા પહેરવામાં આવેલી બિકીનીનો રંગ બદલી નખાય અથવા અથવા ફિલ્મમાંથી ગીતને સંપૂર્ણ રીતે કાઢી નખાય.
અહેવાલો અનુસાર, નિર્માતા આદિત્ય ચોપરાના નજીકના મિત્રએ ખુલાસો કર્યો કે યુનિટ હાલમાં કોઈ જોખમ ઉઠાવી શકે તેમ નથી અને તેઓ ફિલ્મમાંથી ગીતને સંપૂર્ણપણે કાઢી નાખવા લગભગ તૈયાર છે. તેમણે કહ્યું કે, “તેઓ ગીતને સંપૂર્ણપણે દૂર કરે તેવી શક્યતા છે કારણ કે તેને રિલીઝ પહેલા જ પૂરતું કવરેજ આપવામાં આવ્યું છે.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેમની અગાઉની બે ફિલ્મો બંટી ઔર બબલી 2 અને જયેશભાઈ જોરદાર બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા પછી નિર્માતા આદિત્ય ચોપરા મૂવીની રજૂઆત સાથે કોઈ જોખમ લેવાની સ્થિતિમાં નથી.
મધ્યપ્રદેશથી શરુ થયો હતો વિવાદ
શાહરૂખ ખાનની તાજેતરની ફિલ્મ ‘પઠાણ’ની આસપાસનો વિવાદ ત્યારે શરૂ થયો જયારે મધ્યપ્રદેશના બીજેપી નેતા નરોત્તમ મિશ્રાએ ‘બેશરમ રંગ’ નામના ફિલ્મના ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ગીતે હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે ગીતમાં જે રીતે કેસરી અને લીલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વાંધાજનક છે.
તેમણે કહ્યું કે, “હું ફિલ્મના નિર્માતાઓને ગીતના વાંધાજનક ભાગોને ઠીક કરવાની સલાહ આપું છું. અગાઉ દીપિકા પાદુકોણ જેએનયુમાં ‘ટુકડે ટુકડે ગેંગ’ના સમર્થનમાં ઉભી હતી. તેની માનસિકતા છતી થયેલ છે. હું માનું છું કે ગીતનું શીર્ષક ‘બેશરમ રંગ’ પણ વાંધાજનક છે. ફેરફારો કરવાની જરૂર છે, જેમાં નિષ્ફળતા જોવા મળશે તો અમે મધ્યપ્રદેશમાં ફિલ્મ પ્રદર્શિત થવી જોઈએ કે કેમ તે અંગે નિર્ણય લઈશું.”
ઉપરાંત, મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડે ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ગીત અને મૂવીએ ઇસ્લામિક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
‘પઠાણ‘ એ શ્રીધર રાઘવનની સ્ક્રિપ્ટ અને આનંદના પ્લોટ પર આધારિત સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત આગામી ભારતીય હિન્દી-ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે. તે YRF સ્પાય યુનિવર્સનો ચોથો ભાગ છે, જેનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ માટે આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.
પઠાણ ફિલ્મ ભારતમાં 25 જાન્યુઆરી, 2023 ના રોજ ભારતીય પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે, હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં ડબ કરેલ સંસ્કરણો સાથે રિલીઝ થવાની છે.
પઠાણને લઈને આપણી સાઈટ પર જેટલા ટેગ્સ મુકાયા છે હમણાં સુધી એ બધા ખોટા છે. ફિલ્મનું નામ Pathaan છે, ટેગ્સમાં બધે Pathan છે. કોઈ સાચા નામે શોધે તો એક પણ આર્ટિકલ ના મળે આપડો.