નવી મુંબઈમાં શનિવારે (17 ડિસેમ્બર) રાજસ્થાનની 27 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. તેની ઓળખ ઉર્વી વૈષ્ણવ તરીકે થઈ છે, જે રાજસ્થાનના બૂંદીની રહેવાસી હતી અને છેલ્લા 6 થી 7 વર્ષથી હોટલમાં વેઈટર તરીકે કામ કરતી હતી. ઉર્વી વૈષ્ણવના સંબંધીઓએ મહિલાના લિવ ઈન પાર્ટનર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ ધટના પછી દિલ્લીની શ્રધ્ધા વાોલ્કરની ધટના તાજી થઈ ગયી છે.
પરિવારે જણાવ્યું કે ઉર્વી લગભગ 7 મહિના પહેલા રિયાઝ ખાન નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી અને બંને સાથે લિવ ઈનમાં રહેતા હતા. ઉર્વીના બે ભાઈઓ પણ નજીકમાં રહેતા હતા. 13 ડિસેમ્બરના રોજ રિયાઝે ઉર્વીને હોટેલમાં ડ્રોપ કરી અને તે ક્યારેય પાછી ફરી નહીં.
ઉર્વીના ભાઈઓએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો ફોન બંધ હતો. આ પછી તેના સંબંધીઓએ નેરુલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 17 ડિસેમ્બરે ઉર્વીનો મૃતદેહ કેનાલ પાસે પડ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાના સાહેબ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
ઉર્વીના પરિવારે તેના લિવ ઈન પાર્ટનર રિયાઝ પર હત્યાનો આરોપ લગાવતા કહ્યું કે તે પણ ઘટના બાદ બે દિવસ સુધી ગુમ હતો. પરિવારે કહ્યું કે તેણે ઉર્વીની ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરે તેવી માંગણી કરીને સગા સંબંધીઓએ ન્યાયની માંગ કરી છે. કહેવાય છે કે આરોપી પહેલાથી જ પરિણીત હતો અને યુવતી તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના 12 ડિસેમ્બર 2022ના રોજ બની હતી. પોલીસને ઉર્વીનો મૃતદેહ મળ્યો, ત્યારબાદ પનવેલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કેસની તપાસ કરી હતી અને કેટલાક પુરાવા પણ એકઠા કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. મુખ્ય આરોપીની માહિતી તેના ભાગીદારે આપી હતી. હાલમાં જ દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસને લઈને આખા દેશમાં સનસનાટી મચી ગઈ હતી, જેમાં લિવ ઈન પાર્ટનરનો એંગલ પણ હતો.