બિહારના છપરામાં નકલી દારૂના કારણે 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે જિલ્લામાં JDU નેતાના ઘરેથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો છે. જેડીયુ નેતા કામેશ્વર સિંહના ઘરેથી અંગ્રેજી અને દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જે બાદ એક સ્ટિંગ ઓપરેશનમાં RJDના જ એક MLCએ ખુલાસો કર્યો છે કે તેમના નેતા તેજસ્વી યાદવ પણ દારૂ પીવે છે.
અહેવાલો અનુસાર આરજેડીના એમએલસી રામબલી સિંહ પરના સ્ટિંગ ઓપરેશને બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ સ્ટિંગમાં આરજેડી નેતા રામબલી સિંહે કહ્યું છે કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પોતે દારૂ પીવે છે. તેમણે કહ્યું કે બિહારના અડધાથી વધુ મંત્રીઓ-ધારાસભ્યો દારૂ પીવે છે અને તેમાં તેજસ્વીનો પણ સમાવેશ થાય છે. બિહાર બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પણ વીડિયો શેર કરીને ભાજપે મહાગઠબંધન સરકાર પર પ્રહારો કર્યા છે.
“तेजस्वी यादव खुद दारु पीते हैं”
— BJP Bihar (@BJP4Bihar) December 20, 2022
राजद के वरिष्ठ नेता और विधान पार्षद श्री रामबली सिंह ने स्टिंग ऑपरेशन में तेजस्वी यादव और महागठबंधन के नेताओं की पोल खोल दी।
उन्होंने ये भी बताया कि आधे से अधिक विधायक-मंत्री भी दारु पीते हैं। कुछ तो बिना पिए रह ही नहीं सकते।#BiharHoochTragedy pic.twitter.com/GXnJ2mg4Sg
એબીપી ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં આરજેડી એમએલસી રામબલી સિંહ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી પ્રતિબંધ પર કોઈની વાત સાંભળવા માંગતા નથી અને તેમની પોતાની જીદ છે. આમાં તે કહેતા જોવા મળે છે કે દરેકને લાગે છે કે દારૂની નીતિની સમીક્ષા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દારૂની નીતિ સફળ નથી, જેના કારણે ગરીબોને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “પ્રતિબંધ હોવા છતાં દારૂ ઉપલબ્ધ થઇ રહ્યો છે. તેજસ્વી પણ નીતીશ સામે બોલી શકતા નથી. તેજસ્વી પોતે દારૂ પીવે છે, તો તેઓ શા માટે ફરી દારૂ મળવાનું શરૂ થાય એમ ના ઈચ્છે?”
સ્ટિંગ કરી રહેલા રિપોર્ટરે તેજસ્વીનું નામ સાંભળીને ફરી પૂછ્યું, “શું તેજસ્વી જી પીવે છે?” આના પર રામબલી સિંહે જવાબ આપ્યો – “અડધાથી વધુ મંત્રીઓ અને ધારાસભ્યો માનનીય પીવે છે, અડધાથી વધુ અધિકારીઓ દારૂ પીવે છે. દારૂબંધી તો અહીં બતાવવા માટે છે. રાત્રે જાઓ અને જાણો કે કેટલા અધિકારીઓ પાસે દારૂ છે.”
ભાજપે નીતીશ સરકાર પર કર્યા પ્રહાર
એબીપી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. તેજસ્વી યાદવ દારૂ પીવે છે તેવા RJD MLC રામબલી સિંહના નિવેદન પર ભાજપે નીતિશ કુમાર પાસે જવાબ માંગ્યો છે. મંગળવારે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટી વતી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ વિજય કુમાર સિંહા પણ હાજર હતા.
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આરજેડીના એમએલસીએ કહ્યું કે બિહારના નાયબ મુખ્યમંત્રી દારૂ પીવે છે. આનાથી મોટો આરોપ શું હોઈ શકે? કોઈ સામાન્ય નાગરિકે આ આક્ષેપ કર્યો નથી. તેઓ આરજેડીના એમએલસી આરોપ લગાવી રહ્યા છે તો પછી કાર્યવાહીમાં વિલંબ શા માટે?
આ સાથે જ ભાજપે આ બાબતે સુપ્રિમકોર્ટની આગેવાનીમાં એસઆઈટી બનાવીને તાપસ કરવામાં આવે તેવી માંગ પણ છે.