Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલો બોલો !!! પોલિસ દરોડામાં JDU નેતાના ઘરેથી જ મળ્યો દેશી-વિદેશી દારૂનો...

    લો બોલો !!! પોલિસ દરોડામાં JDU નેતાના ઘરેથી જ મળ્યો દેશી-વિદેશી દારૂનો જથ્થો

    બિહારમાં દારૂ વેચવો કે પીવો ગેરકાયદે છે પણ હાલમાં જ બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી 70 કરતા પણ વધુ લોકોના મોત થયા હતા અને કેટલાકને ગંભીર હાલત માં દાખલ કરવા પડ્યા હતા.

    - Advertisement -

    છપરામાં ઝેરી દારૂના કારણે 70થી વધુ લોકોના મોત થયા બાદ પોલીસ અને એક્સાઈઝ વિભાગ સાથે મળીને દરોડા પાડી રહ્યા છે તેવામાં નીતીશ કુમારની પાર્ટી JDU નેતાના ઘરેથી જ દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. આ દારૂ નો જથ્થો જેડીયુ નેતા કામેશ્વર સિંહના મધૌરા સ્થિત ઘરેથી મળી આવ્યો છે જેઓ રાજ્ય પરિષદના સભ્ય પણ છે.

    કામેશ્વર સિંહ – JDU નેતાના માલિકીના અને ભાડે આપેલા મકાનમાંથી દેશી અને વિદેશી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. કામેશ્વર જેડીયુ સ્ટેટ કાઉન્સિલરના સભ્ય છે અને મશરખના રહેવાસી છે. મરહૌરામાં તેની પાસે એક ઘર છે જે તેમણે ભાડે આપ્યું છે.

    આ એજ ઘર છે જેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

    - Advertisement -

    બિહારમાં નકલી દારૂના કેસ બાદ જ્યારે એક ખાનગી ચેનલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તેની તપાસ કરી તો છુપાયેલા કેમેરામાં ઘણા સનસનાટીભર્યા ખુલાસા થયા. નકલી દારૂના કારખાનામાં કામ કરતા એક કારીગરે ખુફિયા કેમેરામાં બતાવ્યું હતું કે અહી પોલીસવાળાઓ અને બીજા મોટા માણસો પણ દારૂ પીવા આવે છે. કોર્ટવાળા માણસો પણ આવે છે.

    પોતાના ઘરે દારૂ પકડાયાના આરોપમાં JDU નેતાએ સફાઈ આપતા કહ્યું હતું કે,”મને આ વિશે મીડિયા દ્વારા ખબર પડી. મેં તે ઘર 32 વર્ષ પહેલા છોડી દીધું હતું. અમારી સરકારને બદનામ કરવા માટે આ બોટલો કોણે ત્યાં રાખી હતી તેની તપાસ થવી જોઈએ,” આમ બિહાર જેવા દારૂબંધી વાળા રાજ્યમાં JDU નેતાના ઘરેથી દારૂ પકડાવો એ ખુબજ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

    છપરાનો લઠ્ઠાકાંડ હોય કે પછી JDU નેતાના ઘરે થી અઢળક દારૂ પકડાવો એક વાત તો ચોક્કસ છે કે બિહારની અંદર કેહ્વતી દારૂ નધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે વાસ્તવિકતા કઈક જુદી જ છે.

    બિહારમાં દારૂ વેચવો કે પીવો ગેરકાયદે છે પણ હાલમાં જ બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી 70 કરતા પણ વધુ લોકોના મોત થયા હતા અને કેટલાકને ગંભીર હાલત માં દાખલ કરવા પડ્યા હતા. આ વિષય પર બિહારના મુખ્યમંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે. “ કોઈને પણ એક રૂપિયો વળતર આપવામાં આવશે નહિ, જેઓ દારૂ પીશે તેઓ મરશે જ”  જોકે પોલીસ પણ હજુ સુધી જાણી નથી શકી કે આ ઝેરી દારૂ આવ્યો ક્યાંથી હતો !

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં