Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી સરકારે ફરી મોટી રાહત આપી : પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો;...

    મોદી સરકારે ફરી મોટી રાહત આપી : પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો; પેટ્રોલની કિંમત 9.5 રૂપિયા ઘટશે

    કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 9.5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો થશે. સરકારને આ માટે વર્ષે એક લાખ કરોડ રૂપિયાની અસર થશે તેમ પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર 8 રૂપિયા અને ડીઝલ ઉપર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી રહી છે. 

    કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 9.5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો થશે. સરકારને આ માટે વર્ષે એક લાખ કરોડ રૂપિયાની અસર થશે તેમ પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. 

    નાણામંત્રીએ અન્ય એક ટ્વિટમાં રાજ્ય સરકારોને અપીલ કરીને રાજ્યો દ્વારા લાગુ થતા ટેક્સમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું, “હું તમામ રાજ્યોની સરકારોને અને ખાસ કરીને એવા રાજ્યો જેમણે ગત વખતે નવેમ્બરમાં ટેક્સ ઘટાડ્યા ન હતા તેમને પણ આહવાન કરું છું કે ટેક્સમાં ઘટાડો કરે અને સામાન્ય જનતાને રાહત આપે.’

    - Advertisement -

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર પર સબસીડી અપાશે 

    આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને પ્રતિ ગેસ સિલિન્ડર (12 સિલિન્ડર સુધી)  200 રૂપિયા સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે આ પગલાથી દેશની માતાઓ-બહેનોને મદદ મળશે. 

    છેલ્લા છ મહિનામાં કેન્દ્ર સરકારે બીજી વખત પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ પહેલાં નવેમ્બર મહિનામાં દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે ઇંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યારે પેટ્રોલ પર 5 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ ઉપર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

    નવેમ્બરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ રાજ્ય સરકારોને પણ રાજ્યો દ્વારા લગાવવામાં આવતો VAT ઘટાડવા માટે અપીલ કરી હતી. જે બાદ મોટાભાગના ભાજપશાસિત રાજ્યોએ VAT ઘટાડતા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ઘટાડો નોંધાયો હતો. જોકે, પેટ્રોલ-ડિઝલના ભાવો મામલે સતત કેન્દ્ર સરકારને ઘેરતા રહેતા વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં VATમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં