Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'‘જયચંદ’વાળું ચરિત્ર ક્યારે છોડશે રાહુલ ગાંધી?’: વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપના પ્રહાર, કોંગ્રેસમાંથી...

    ‘‘જયચંદ’વાળું ચરિત્ર ક્યારે છોડશે રાહુલ ગાંધી?’: વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપના પ્રહાર, કોંગ્રેસમાંથી કાઢી મૂકવાની માંગ કરી

    ચીની સૈનિકોએ નહીં પરંતુ ભારતીય સૈનિકોએ ચીનીઓને માર માર્યો હતો અને તેમને ખદેડી મૂક્યા હતા, જેની ઉપર દરેક ભારતવાસીને ગર્વ છે: ભાજપ

    - Advertisement -

    અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીનની સેના વચ્ચે થયેલ ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને વિવાદે જોર પકડ્યું છે. એક તરફ રાહુલ ગાંધીની ટીકા થઇ રહી છે તો હવે ભાજપે પણ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું છે. ઉપરાંત, ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી મૂકવાની પણ માંગ કરી છે. 

    શનિવારે (17 ડિસેમ્બર 2022) એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીની ટિપ્પણીને સેનાનું મનોબળ તોડનારી ગણાવીને ઉમેર્યું કે જો મલ્લિકાર્જુન ખડગે ‘રિમોટ કંટ્રોલ્ડ’ ન હોય તો તેમણે રાહુલ ગાંધીને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, ચીની સૈનિકોએ નહીં પરંતુ ભારતીય સૈનિકોએ ચીનીઓને માર માર્યો હતો અને તેમને ખદેડી મૂક્યા હતા, જેની ઉપર દરેક ભારતવાસીને ગર્વ છે. 

    ભાજપ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસ રાહુલ ગાંધી સામે કોઈ પગલાં ન ભરે તો તેનો અર્થ એ થશે કે હજુ પણ ત્યાં પૂર્વ અધ્યક્ષ જ સર્વોપરી છે અને રાહુલ ગાંધીનું આ નિવેદન પાર્ટીની માનસિકતા છતી કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ રાજકીય પાર્ટી ઓછી અને ભારતવિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો વધુ બની ગઈ છે.

    - Advertisement -

    ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભારતીય હોવાના નાતે ભાજપને ભારતની સેના પર ગર્વ છે અને સેના આપણું અભિમાન છે. આપણા જવાનો સરહદ પર ચીનના જવાનોને માર મારી રહ્યા છે અને શક્તિ દેખાડી રહ્યા છે ત્યારે ભારતના ‘જયચંદ’ રાહુલ ગાંધી આપણી સેનાનું મનોબળ તોડવાનું કામ કેમ કરી રહ્યા છે?

    ભાજપ તરફથી ગૌરવ ભાટિયાએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીએ દુશ્મન દેશો સાથે સમજૂતી કરી છે કે જ્યારે-જ્યારે ભારતીય સેના પોતાનું પરાક્રમ બતાવશે ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેનું મનોબળ તોડવાનું કામ કરશે. તેમની ચીન સાથે સમજૂતી થઇ છે અને મને એવું કોઈ નિવેદન નથી જોવા મળી રહ્યું જ્યારે કોંગ્રેસ, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીએ ચીનની ટીકા કરી હોય.

    તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી દેશને જણાવે કે તેઓ પોતાનું ‘જયચંદ’વાળું ચરિત્ર ક્યારે ત્યાગશે. વર્ષ 2007માં સંસદમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે 38 હજાર સ્કવેર કિલોમીટર જમીન અને કુલ 43,180 સ્કેવર કિલોમીટર જમીન કોંગ્રેસની સરકાર દરમિયાન ચીને કબ્જે કરી લીધી હતી. 

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે (17 ડિસેમ્બર 2022) એક નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશમાં ચીન આપણા જવાનોને મારી રહ્યું છે. તેમન આ વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાંથી વિરોધ થઇ રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં