Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પોતાની પ્રાદેશિક શાખા શરૂ કરશે બ્રિક્સ દેશોની બેંક,...

    ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પોતાની પ્રાદેશિક શાખા શરૂ કરશે બ્રિક્સ દેશોની બેંક, ટૂંક સમયમાં ઉદ્ઘાટન

    ગાંધીનગર બહુ જલ્દીથી વૈશ્વિક નકશામાં પોતાની હાજરી પુરાવવા જઈ રહ્યું છે. અહીં BRICS દેશોની બેંકની પ્રાદેશિક શાખા પોતાનું કાર્ય શરુ કરશે.

    - Advertisement -

    બ્રિક્સ દેશો દ્વારા સ્થાપવામાં આવેલ ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્રારા દેશની માળખાગત સુવિધાઓ અને વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી (ગિફ્ટ સિટી) ગાંધીનગર ખાતે ભારતમાં તેની પ્રાદેશિક કચેરી ખોલવા માટેની જાહેરાત કરવામાં આવી છે. 

    ન્યૂ ડેવલપમેન્ટ બેંકની (NDB) સ્થાપના બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવી હતી. બેંક જુલાઈ 2015માં શરૂ થઇ હતી. જેનું મુખ્ય મથક ચીનના શાંઘાઈમાં સ્થિત છે. બ્રિક્સ પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું એક સંગઠન છે. 

    બેંકે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું કે, ‘NDB હેડક્વાર્ટર સાથે સંકલનમાં રહીને કામ કરવા ઉપરાંત ભારતીય શાખાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટની તૈયારી અને તકનીકી સહાય, પાઇપલાઈન ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટ અમલીકરણ અને મોનિટરિંગ હશે તેમજ રિજનલ પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવી બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.’

    - Advertisement -

    NDB અધ્યક્ષે કહ્યું કે, ભારતમાં શરૂ થનાર પ્રાદેશિક શાખા હિતધારકો સાથે એનડીબીનો સંપર્ક વધુ મજબૂત બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીય શાખા વિવિધ પરિયોજનાઓ તૈયાર કરવા અને તેના અમલીકરણમાં યોગદાન આપવા માટેની અમારી પ્રવુત્તિઓનો વિસ્તાર કરશે.’

    તેમણે કહ્યું કે, સ્થાપનાથી જ NDBએ ઇન્ફ્રાસ્ટક્ચર અને વિવિધ વિકાસ પ્રોજેક્ટને મજબૂત અને વૈવિધ્યસભર કામ કર્યું છે. અમારી પ્રાદેશિક કચેરી આ પોર્ટફોલિયોમાં વધારો કરનારી સાબિત થઇ છે. 

    વધુમાં, NDBનું ભારતીય કાર્યાલય તેની કામગીરીની ગુણવત્તા વધારવાના અને વ્યવસાય અને વિકાસની નવી તકોનું નેટવર્ક પૂરું પાડવાના NDBના પ્રયાસોનો જ એક ભાગ છે તેમ જણાવવામાં આવ્યું છે. 

    અખબારી યાદી અનુસાર, બેંકની ઑફિસનું નિર્માણ અંતિમ તબક્કામાં છે અને બહુ જલ્દીથી તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં ભારતીય પ્રાદેશિક શાખાના ડાયરેક્ટર જનરલની પણ નિમણૂંક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

    બીજી તરફ, પોતાની પ્રાદેશિક શાખા શરૂ કરવાના બ્રિક્સ દેશોની બેંક NDBના નિર્ણયને આવકારતા ગિફ્ટ સિટી એમડી અને ગ્રુપ સીઈઓ તર્પણ રેએ જણાવ્યું હતું કે, આ એક નોંધપાત્ર બાબત છે અને તેનાથી ગિફ્ટ સીટીને વૈશ્વિક માન્યતા મળશે. 

    ગિફ્ટ સીટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કની ભારતીય શાખા શરૂ કરવાની જાહેરાત બાદ તેમણે PTIને જણાવ્યું હતું કે, તેનાથી ગિફ્ટ સીટીને વૈશ્વિક માન્યતા મળશે. આ ગિફ્ટ સીટી માટે ગર્વની બાબત છે. NDB GIFT સિટીની કાર્યક્ષમતામાં આંતરરાષ્ટ્રીય પરિમાણ ઉમેરશે. તદુપરાંત, આ પગલાં થકી વૈશ્વિક નાણાકીય બજારોમાં ગિફ્ટ સીટીના વધતા નેટવર્કને પણ ઉત્તેજન આપશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં