Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅફઘાનિસ્તાન : કાબુલની શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત

    અફઘાનિસ્તાન : કાબુલની શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત

    કાબુલની એક શાળામાં જ્યાં હઝારા કિશોરો ભણતા હતા ત્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે અને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાના સમાચાર આવી રહ્યા છે.

    - Advertisement -

    અફઘાનિસ્તાનની એક શાળામાં એકસાથે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટમાં છ લોકોનાં મોત થયાં હોવાની અને દસથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીકના હઝારા શિઆ વિસ્તારમાં આવેલ એક કુમાર શાળામાં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

    કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ન્યૂઝ એજન્સી AFP ને જણાવ્યું હતું કે, બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તે જ વિસ્તારમાં ઇંગ્લિશ લેંગ્વેજ સેન્ટર ખાતે થયેલા એક બ્લાસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે વિસ્ફોટકોના કારણે થયો હતો કે કેમ તે અંગે ફોડ પાડ્યો ન હતો.

    ઝદરાનના જણાવ્યા અનુસાર, દશ્ત-એ-બાર્ચી વિસ્તારના પશ્ચિમી વિસ્તારમાં આવેલ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની બહાર બે વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. નોંધવું જોઈએ કે, દશ્ત-એ-બાર્ચી વિસ્તારમાં મોટેભાગે હઝારા કોમના લોકો રહે છે. આ ધાર્મિક લઘુમતીઓને અગાઉ પણ ઇસ્લામિક સ્ટેટ જેવા સુન્ની આતંકવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના 3.80 કરોડ લોકોમાંથી હઝારાઓની સંખ્યા 10 થી 20 ટકા જેટલી છે.

    - Advertisement -

    અહેવાલ અનુસાર, બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જોકે, હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી.

    હઝારા કોમના લોકોને અગાઉ પણ ISKP દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હઝારાઓમાં ભય ફેલાયો છે. ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન કટ્ટર સુન્ની નિયમો પાળે છે અને આ આતંકી સંગઠન 26 ઓગસ્ટ 2021 ના રોજ કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 26 ઓગસ્ટ 2021 ના દિવસે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ની જ શાખા છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં