18 વર્ષથી ફરાર તબરેઝ અઝીમ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તે 1992ના રમખાણોનો આરોપી છે. તેને મન્સૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને 2004માં કોર્ટ દ્વારા ઘોષિત અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે (11 ડિસેમ્બર 2022) ગોરેગાંવમાંથી તેની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કેસમાં પોલીસે તબરેઝ ખાનની ધરપકડ કરી છે, વર્ષ 1992માં આઈપીસીની અલગ-અલગ કલમો હેઠળ 9 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ તમામ પૈકી 2 આરોપીઓને ટ્રાયલ દરમિયાન કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક આરોપીનું મોત થયું હતું. દરમિયાન તબરેઝ ફરાર થઈ ગયો હતો.
રિપોર્ટ અનુસાર, 1992ના રમખાણોનો આરોપી તબરેઝ પોતાનું નામ અને ઓળખ બદલીને ગોરગાંવમાં રહેતો હતો. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ સંબંધમાં માહિતી મળ્યા બાદ પોલીસે સૌથી પહેલા તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ દરોડો પાડી તેને પકડી લીધો હતો.
Maharashtra | An accused identified as Tabrez Azim Khan, who has been absconding for 18 years arrested from Mumbai's Goregaon area. He is an accused in the 1992 riots and was declared an absconder by the court in 2004: Dindoshi Police
— ANI (@ANI) December 11, 2022
આ પહેલા 4 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ 1992ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે કહ્યું હતું કે હિંસા દરમિયાન 60 પીડિત પરિવારોને વળતર મળ્યું હતું, જ્યારે 108 પરિવારોની કોઈ જાણકારી મળી નથી. આ પછી કોર્ટે બાકીના પરિવારોને પણ વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ વળતર માટે સરકારને 9 મહિનાનો સમય પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત બાંધકામ ધ્વસ્ત થયા બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ દેશના તમામ ભાગોમાં હિંસા શરૂ કરી હતી. મુંબઈ પણ આ હિંસાની ઝપેટમાં આવી ગયું હતું. એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 1992 થી જાન્યુઆરી 1993 વચ્ચે આ હિંસામાં લગભગ 900 લોકો માર્યા ગયા અને 3000 લોકો ઘાયલ થયા. આ હિંસામાં 170 લોકો ઘાયલ પણ થયા હતા અને કરોડો રૂપિયાની જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન થયું હતું.