ઈસ્લામિક દેશ કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ 2022માં મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું. આ પછી ફ્રાન્સમાં ઘણી જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યા હતા. ફ્રેન્ચ શહેરો લિલી, ચેમ્પ્સ એલિસીસ અને એવિગનમાં તેમજ રાજધાની પેરિસમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. પેરિસમાં રમખાણો દરમિયાન મોરોક્કોના સમર્થકોએ પોલીસ પર હુમલો કર્યો હતો.
પોર્ટુગલ પર ઈસ્લામિક દેશ મોરોક્કોની જીત બાદ પેરિસમાં પોલીસ પર હુમલો કરતા મોરોક્કન સમર્થકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હજારોની ભીડ પોલીસ પર પથ્થરમારો કરી રહી છે. પોલીસ પર પત્થરોની સાથે લાકડીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સતત ફાયરિંગના અવાજો આવી રહ્યા છે.
Young Moroccan fans attacking riot police tonight on Champs Élysées, the main street of Paris.
— Visegrád 24 (@visegrad24) December 10, 2022
Riots also broke out in Lille and Avignon after Morocco defeated Portugal 1-0 at the World Cup tonight.pic.twitter.com/RTyzAqlvFt
તોફાનીઓના હુમલામાં ભારે જાનહાનિ થયાના અહેવાલ છે. આ દરમિયાન ઉગ્રવાદી ટોળાએ વાહનોની તોડફોડ પણ કરી હતી. રસ્તાઓ પર મોટી માત્રામાં ઈંટો અને પથ્થરો વિખરાયેલા જોવા મળ્યા હતા. પોલીસ સતત તેમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ભારે ભીડને કારણે તેઓ બેકફૂટ પર જોવા મળ્યા હતા.
ખરેખર, હજારો મોરોક્કન સમર્થકો વિજય પછી શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને પેરિસમાં પ્રખ્યાત પેરિસિયન સ્ક્વેરમાં એકઠા થયા હતા. આ દરમિયાન તેઓ મોરોક્કન ધ્વજ લહેરાવતા રહ્યા, સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. આટલું જ નહીં, વાહનોના હોર્નથી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી ભીડે તોફાન કરવાનું શરૂ કર્યું. વાહનોની સાથે ટોળાએ બાજુમાં આવેલી દુકાનોમાં તોડફોડ શરૂ કરી હતી.
French police fired tear gas on the Champs Elysees in Paris as fans were celebrating victories by France and Morocco in the World Cup Saturday, sending them to the tournament’s semifinals. (Reuters) pic.twitter.com/WobjwuOmT2
— Voice of America (@VOANews) December 11, 2022
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઈંગ્લેન્ડ પર ફ્રાન્સની જીત બાદ ફ્રાન્સના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં ભીડ વધી અને શેરીઓમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર હુમલા શરૂ કરવામાં આવ્યા. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
મોરોક્કોએ ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. સેમિફાઇનલમાં પહોંચનાર મોરોક્કો પહેલો આરબ અને આફ્રિકન દેશ છે. સેમી ફાઈનલ 14 અને 15 ડિસેમ્બરે જ્યારે ફાઈનલ 18 ડિસેમ્બરે રમાશે. બીજી સેમિફાઇનલમાં ફ્રાન્સનો સામનો મોરોક્કો સાથે થશે.