Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ'હવે લડાઈ મોદી કરતાં મોટા હિન્દૂ બનવાની છે': ગુજરાત ચૂંટણીમાં કારમી હાર...

    ‘હવે લડાઈ મોદી કરતાં મોટા હિન્દૂ બનવાની છે’: ગુજરાત ચૂંટણીમાં કારમી હાર બાદ ઓવૈસીએ કહ્યું- ‘મુસ્લિમો કોંગ્રેસ સાથે રોમાન્સ કરવાનું બંધ કરો, અમે પ્રેમ કરીશું’

    ગુજરાતમાં AIMIMની હાર વિશે વાત કરતા ઓવૈસીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાયે સમજવું જોઈએ કે તેઓએ કોંગ્રેસ સાથેનો રોમાંસ અથવા પ્રેમ સમાપ્ત કરવો પડશે કારણ કે તેઓ ભાજપને હરાવી શકશે નહીં. જે મુસ્લિમો કોંગ્રેસને પ્રેમ કરે છે, તેઓ ખોટું કરી રહ્યા છે.

    - Advertisement -

    પોતાને દેશભરના મુસ્લિમોના નેતા ગણાવતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણીમાં વોટ કાપવાના આરોપોને ફગાવી દીધા છે. ઓવૈસીએ કહ્યું છે કે ભાજપ એટલા માટે જીતી રહી છે કારણ કે તેને વધુ હિન્દૂ વોટ મળી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ આરોપ લગાવતા કહ્યું કે રાજકીય લડાઈ આગળ વધી ગઈ છે અને હવે જોવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી કરતા કોણ “મોટો હિન્દુ” છે.

    એજન્ડા આજતકમાં બોલતા ઓવૈસીએ કહ્યું હતું કે, “ભાજપનો સ્પષ્ટપણે મુસ્લિમો સાથે કોઈ સંબંધ નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આવું જ કરી રહી છે. હવે સમગ્ર રાજકીય લડાઈ એ વાત પર ફેરવાઈ ગઈ છે કે પીએમ મોદી કરતા કોણ મોટો હિંદુ છે. તો ભારતીય રાષ્ટ્રવાદ ક્યાં જશે?”

    આ સિવાય ગુજરાતમાં AIMIMની કારમી હાર અંગે વાત કરતા તેમણે કહ્યું છે કે “મુસ્લિમ સમાજે સમજવું જોઈએ કે તેમણે કોંગ્રેસ સાથેનો રોમાંસ કે પ્રેમ ખતમ કરવો પડશે, કારણ કે તેઓ ભાજપને હરાવી શકશે નહીં. જે મુસ્લિમો કોંગ્રેસને પ્રેમ કરે છે, તેઓ ખોટું કરી રહ્યા છે. મુસ્લિમો વિચારે છે કે તેઓ કોંગ્રેસ પાસેથી કંઈક મેળવશે પરંતુ તેમને કંઈ નહીં મળે. મુસ્લિમોના મનમાં એવું રોપવામાં આવ્યું છે કે તેઓ ભાજપને હરાવી શકે છે.”

    - Advertisement -

    તેમણે એમ પણ કહ્યું છે કે, “ભાજપ જીતી રહી છે કારણ કે તેને વધુ હિન્દૂ વોટ મળી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને મળી રહેલા વોટને રોકી શકી નથી. તમે મુસ્લિમોને બલિનો બકરો બનાવો છો, પણ ક્યાં સુધી? તેના માટે આપણે ક્યાં જવાબદાર છીએ? આપણો પ્રેમ ચાલુ રહેશે, મરતા સુધી પ્રેમ કરીશું, કારણ કે લોકો પ્રેમીને યાદ કરે છે. અમારો પ્રેમ બંધારણમાં છે.”

    તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભાજપ કંઈ નથી, બધું મોદી છે. અમે મોદીના કારણે જીતી રહ્યા છીએ. મોદી નહીં તો આ બધા સૂકા પાંદડાની જેમ ઉડી જશે. હું મોદીનો પ્રશંસક નથી. હું માત્ર સત્ય કહું છું. સત્ય એ છે કે મોદી લોકપ્રિય છે, અન્ય લોકપ્રિય નથી.

    UCC પર પણ આપ્યું નિવેદન

    સમાન નાગરિક સંહિતા (UCC) પર બોલતા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું, “હું ગડકરીને ચેલેન્જ કરું છું કે તેઓ સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપે. તમારી સંસ્કૃતિ સંસ્કૃતિ છે, પણ મારી સંસ્કૃતિ સંસ્કૃતિ નથી?”

    ઓવૈસીએ ભારપૂર્વક કહ્યું છે કે, “મુસલમાનોની પત્નીઓ કાયદેસરની પત્નીઓ છે. તેમને પ્રોપર્ટીમાં જાળવણી અને હિસ્સો મળે છે. તેઓ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે પરંતુ ‘લવ જેહાદ’ પર લોકો પર હુમલો કરે છે.”

    હકીકતમાં, અગાઉ નીતિન ગડકરીએ યુનિફોર્મ સિવિલ કોડ પર બોલતા કહ્યું હતું કે ચાર પત્નીઓ હોવી અકુદરતી છે. સવાલ ઉઠાવતા ગડકરીએ કહ્યું કે, “શું તમે એવા કોઈ મુસ્લિમ દેશને જાણો છો જ્યાં બે નાગરિક સંહિતા હોય? જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે તો તે સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ પુરુષ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરે તો તે અકુદરતી છે. મુસ્લિમ સમાજના પ્રગતિશીલ, શિક્ષિત લોકો ચાર વાર લગ્ન નથી કરતા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં