દિલ્હીની કેજરીવાલ સરકારની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉભા થયા છે. કેજરીવાલ સરકારે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો અને આ પ્રોજેક્ટ માટે 60 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેની જાહેરાત કરવામાં સરકારે 52.52 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને ઉપરથી ફાળવવામાં આવેલ રકમમાંથી 26 કરોડ રૂપિયા પરત મોકલી દેવાયા હતા.
દિલ્હી સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એન્ટરપ્રેન્યોરિયલ માઈન્ડસેટ કરિક્યુલમ નામનો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. સરકારે આ પ્રોજેક્ટ થકી બાળકોમાં ઉદ્યમશીલતાનું કૌશલ્ય વિકસાવવાનો દાવો કર્યો હતો. આ માટે વિદ્યાર્થીઓને અમુક રકમ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
According to an internal report of Arvind Kejriwal Govt on Entrepreneurial Mindset Curriculum which was rolled out for classes 9th to 12th citing the aim to promote entrepreneurship among students, the project was allocated Rs 60 crore for the year 2021-2022: Delhi govt source
— ANI (@ANI) December 3, 2022
ન્યૂઝ એજન્સી ANIએ આ પ્રોજેક્ટ અને તેના અમલીકરણને લઈને વિગતો પ્રકાશિત કરી છે. જે અનુસાર, દિલ્હી સરકારે આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021-2022 માટે કુલ 60 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાંથી શાળાઓને કુલ 56.14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
શાળાઓને આ ગ્રાન્ટમાંથી કોઈ પણ ‘બિઝનેસ આઈડિયા’ અમલમાં મૂકવા માટે પ્રોત્સાહન રકમ તરીકે પ્રતિ વિદ્યાર્થી 2000 રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, શાળાઓએ કુલ 56 કરોડ રૂપિયામાંથી 26 કરોડની રકમ પરત મોકલી દીધી હતી.
Only Rs 56.14 cr were disbursed to schools for giving seed grant of Rs 2000/student for rolling out any business idea. Many schools returned Rs 26 cr out of the total Rs 56 cr. The report also brought out that Delhi govt spent Rs 52.52 cr on ads for this Scheme:Delhi govt source
— ANI (@ANI) December 3, 2022
આગળ જાણવા મળ્યું છે કે, કેજરીવાલ સરકારે આ યોજનાના પ્રચાર-પ્રસાર માટે કુલ 52.52 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.
એટલે કે 60 કરોડના પ્રોજેક્ટમાં સરકારે 56 કરોડ ફાળવ્યા હતા, જેમાંથી પણ 26 કરોડ રૂપિયા પરત આવી ગયા હતા. આ યોજનાની જાહેરાત કરવા માટે કેજરીવાલ સરકારે પ્રોજેક્ટ કરતાં પણ વધુ, રૂ. 52 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
અગાઉ ક્લાસરૂમના નામે શૌચાલય બનાવ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેજરીવાલ સરકારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં સરકારે ક્લાસરૂમ બનાવવાના નામે શૌચાલય બનાવ્યાં હતાં અને તેને ક્લાસરૂમ તરીકે ગણાવવામાં આવ્યાં હતાં.
દિલ્હીની 192 શાળાઓમાં 160 ટોયલેટની જરૂરિયાત સામે 1214 ટોયલેટ બનાવવામાં આવ્યાં હતાં અને જે માટે 37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ટોયલેટને વર્ગખંડ તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. જ્યારે 141 શાળાઓમાં માત્ર 4027 ક્લાસરૂમનું જ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ માટે કુલ 989.26 કરોડ રૂપિયા મંજૂર થયા હતા, પરંતુ વાસ્તવિક ખર્ચ રૂ. 1315.57 કરોડ પર પહોંચ્યો હતો. આ વધારાનાં કામ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું.