Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘ભાજપવાળા ‘જય સિયારામ’ કેમ નથી બોલતા?’: ‘જય શ્રીરામ’ અને ‘જય સિયારામ’ને અલગ...

    ‘ભાજપવાળા ‘જય સિયારામ’ કેમ નથી બોલતા?’: ‘જય શ્રીરામ’ અને ‘જય સિયારામ’ને અલગ સમજી બેઠા રાહુલ ગાંધી, કરી દીધા સવાલ; જાણીએ કેમ તેઓ ખોટા છે 

    વિડીયોમાં રાહુલ ગાંધી કહેતા સંભળાય છે કે, સાચું સૂત્ર ‘જય સિયારામ’ છે પરંતુ ભાજપના લોકો ‘જય શ્રીરામ’ નથી કહેતા. તેમણે આ બાબતને મહિલા સન્માન સાથે પણ જોડી હતી. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (2 ડિસેમ્બર 2022) એક નિવેદન આપીને ફરી વિવાદ જગાવ્યો છે. ભગવાન શ્રીરામ વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ ‘જય સિયારામ’ અને ‘જય શ્રીરામ’ વચ્ચે તફાવત હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, ભાજપના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પણ ‘જય સિયારામ’ કે ‘હે રામ’ નથી કહેતા. 

    યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે આ વિડીયો ટ્વિટ કર્યો છે. જેમાં રાહુલ ગાંધી કહેતા સંભળાય છે કે, સાચું સૂત્ર ‘જય સિયારામ’ છે પરંતુ ભાજપના લોકો ‘જય શ્રીરામ’ નથી કહેતા. તેમણે આ બાબતને મહિલા સન્માન સાથે પણ જોડી હતી. 

    રાહુલ ગાંધીએ કહ્યું કે, “જય સિયારામ.. હવે જય સિયારામનો અર્થ શું છે? જય સીતા અને જય રામ, એક જ છે. એટલે નારો છે- જય સિયારામ કે જય સીતારામ. રામની જીવવાની એક રીત હતી, તેઓ સીતા માટે, તેમની આબરૂ મારે લડ્યા. જ્યારે ‘જય સિયારામ’ કહીએ છીએ, ત્યારે સીતાને યાદ કરીએ છીએ અને સમાજમાં જે સીતાની જગ્યા હોવી જોઈએ તેનો આદર કરીએ છીએ.” 

    - Advertisement -

    ભાજપ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધી આગળ કહે છે, “આ ભાજપના લોકો ‘જય શ્રીરામ’ કહે છે પણ ક્યારેય ‘જય સિયારામ’ અને ‘હે રામ’ કેમ નથી કહેતા. તેમના સંગઠનમાં એક મહિલા નથી. તો એ જય સિયારામનું સંગઠન જ નથી, કારણ કે તેમના સંગઠનમાં મહિલા તો હોય જ ન શકે, સીતાને તો બહાર કરી દીધાં.” 

    ટૂંકમાં, અહીં રાહુલ ગાંધીનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ‘જય સિયારામ’ અને ‘જય શ્રીરામ’ એ બંને ભિન્ન છે અને બંનેના અર્થ પણ અલગ-અલગ થાય છે. રાહુલ ગાંધી અનુસાર, ‘જય સિયારામ’માં માતા સીતા અને ભગવાન શ્રીરામ બંનેનો જયઘોષ કરવામાં આવે છે, જ્યારે ‘જય શ્રીરામ’માં માત્ર ભગવાન રામનું નામ લેવાય છે, માતા સીતાનું નામ લેવામાં આવતું નથી. 

    જોકે, રાહુલ ગાંધીના આવા દાવાઓથી વિપરીત સત્ય એ છે કે ‘જય સિયારામ’ અને ‘જય શ્રીરામ’ બંનેમાં કોઈ તફાવત નથી અને બંનેમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાનો જયનાદ કરવામાં આવે છે. ‘જય શ્રીરામ’માં ‘શ્રી’નો અર્થ જ માતા સીતા થાય છે. 

    ઇસ્કોનના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલ ટ્વિટ આ બાબતની પુષ્ટિ કરે છે. આ ટ્વિટમાં કહેવાયું છે કે, ‘જય સીતારામ’ અને ‘જય શ્રીરામ’નો અર્થ સરખો જ થાય છે અને શાસ્ત્રો પ્રમાણે બંને સાચાં છે. આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘શ્રી’ એક સંજ્ઞા છે, જેના વિવિધ અર્થ થાય છે, જેમકે- શ્રીમતી રાધારાણી, લક્ષ્મીદેવી, સીતા માતા, ધન, ઐશ્વર્ય, સૌંદર્ય, કીર્તિ, જ્ઞાન, શક્તિ, કોઈ ગુણ અથવા શ્રેષ્ઠતા વગેરે. 

    આ ઉપરાંત, ટ્વિટર પર એક સંસ્કૃત વિદ્વાન નિત્યાનંદ મિશ્રાએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘જય શ્રીરામ’નો અર્થ થાય છે કે, ‘માતા સીતા સાથે ભગવાન શ્રીરામનો જય થાઓ.’ સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે કે, ‘ભગવાન શ્રીરામ, આપનો જય થાય.’ તેમણે પણ જણાવ્યું હતું કે, અહીં ‘શ્રી’નો અર્થ માતા સીતા તરીકે કરવામાં આવે છે. 

    જોકે, રાહુલ ગાંધી આ સમગ્ર બાબતથી અજાણ હોય તેમ તેમણે વાતને અવળે પાટે ચડાવી દીધી હતી અને ભાજપ પર પ્રહાર કરવા જતાં ‘સેલ્ફ ગોલ’ કરી નાંખ્યો હતો! 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં