Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતના પાટીદાર આંદોલનથી જન્મેલા નેતાઓ અને રાજકારણ: જાણો હાલ એ દરેક ક્યાં...

    ગુજરાતના પાટીદાર આંદોલનથી જન્મેલા નેતાઓ અને રાજકારણ: જાણો હાલ એ દરેક ક્યાં પોતાનું રાજકીય ભવિષ્ય જંખી રહ્યા છે

    પાટીદાર આંદોલન તો સમય સાથે પૂરું થઇ ગયું પરંતુ તેમાંથી ઉપજેલ નેતાઓ હાલ ગુજરાતની રાજનીતિમાં છવાયેલા દેખાઈ રહ્યા છે. પાસના મોટા ભાગના કન્વીનરોએ ચૂંટણી આવતા જ જીદી જુદી રાજકીય પાર્ટીઓમાં પોતાનું સ્થાન લઇ લીધું છે.

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા અમુક દાયકાઓમાં જો કોઈ સૌથી મોટું આંદોલન થયું હોય તો એ હતું પાટીદાર અનામત આંદોલન. 2015માં શરૂ થયેલ આ આંદોલનની આગેવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)એ લીધી હતી. આ PAAS અને પાટીદાર આંદોલને ઘણા નવા પાટીદાર નેતાઓને જન્મ આપ્યો હતો જે હાલ ગુજરાતમાં પોતાનું રાજકીય ભવિષ્ય શોધી રહ્યા છે.

    પાટીદાર આંદોલન તો સમય સાથે પૂરું થઇ ગયું પરંતુ તેમાંથી ઉપજેલ નેતાઓ હાલ ગુજરાતની રાજનીતિમાં છવાયેલા દેખાઈ રહ્યા છે. આજે આપણે જાણીએ આ આંદોલનમાંથી નીકળેલા મુખ્ય નેતાઓ હાલ ક્યાં ઉભા છે.

    હાર્દિક પટેલ

    આ પાટીદાર આંદોલનનું જો સૌથી મોટું કોઈ નામ હોય તો તે હતું તત્કાલીન પાસ કન્વીનર હાર્દિક પટેલ. હાર્દિક પટેલ લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા હતા પરંતુ તેમણે 2020માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓને છેલ્લે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પરંતુ જેવું ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત થઇ તેવા જ હાર્દિક પટેલ કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. હાલ તેઓ ભાજપની ટિકિટ પરથી વિરમગામ બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

    અલ્પેશ કથીરિયા

    હાર્દિક પટેલ પછી જો આ પાટીદાર અનામત આંદોલનનું બીજું સૌથી મોટું કોઈ નામ હોય તો તે છે અલ્પેશ કથીરિયા. હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા પછી પાસની તમામ ભાગદોર અલ્પેશ કથીરિયાના હાથમાં જ હતી.

    હાલ થોડા સમય પહેલા જ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓ AAPની ટિકિટ પરથી વરાછા રોડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

    અન્ય પાસ નેતાઓ

    આ સિવાય બીજા ઘણા મહત્વના નામ પણ છે. ધાર્મિક માલવિયા, વરુણ પટેલ, રેશ્મા પટેલ તથા ચિરાગ પટેલ જુદા જુદા રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે.

    રેશ્મા પટેલ અને વરુણ પટેલ એ છે કે જેણે સૌથી પહેલા પાસથી છેડો ફાડ્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. વરુણ પટેલ હાલ પણ ભાજપમાં છે પરંતુ રેશ્મા પટેલ ભાજપમાંથી NCPમાં જોડાયા હતા. આ ચૂંટણીમાં NCPમાંથી ટિકિટ ન મળતા હવે રેશ્મા પટેલ AAPમાં જોડાઈ ગયા છે.

    ધાર્મિક માલવિયા અલ્પેશ સાથે જ આપ્મા જોડાયા હતા અને હાલ તેઓ ઓલપાડ બેઠક પરથી આપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

    પાસના એક કન્વીનર લાલજી પટેલ હમણાં સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં