શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ પોલીગ્રાફ ટેસ્ટ બાદ પહેલીવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરનાર આફતાબે પોલીસને કહ્યું હતું કે તેને તેના કૃત્યો માટે બિલકુલ પસ્તાવો નથી. શ્રદ્ધાના હત્યારા આફતાબે કહ્યું હતું કે, મને ફાંસી બાદ જન્નતમાં હુરો મળશે.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ એક પોલીસ અધિકારીએ આ વાત કરી છે. રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “આફતાબે કહ્યું કે ભલે તેને શ્રદ્ધાની હત્યા કરવા બદલ ફાંસી આપવામાં આવે, પરંતુ તેને કોઈ જ અફસોસ નથી કારણ કે જ્યારે તે જન્નતમાં જશે ત્યારે તેને હુરો મળશે.” પૂછપરછ દરમિયાન તેણે પોલીસ અધિકારીને કહ્યું કે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કર્યા પછી પણ તેને કોઈ અફસોસ નથી. આરોપીએ પોલીસને સ્પષ્ટ કહ્યું કે તેણે મુંબઈમાં જ શ્રદ્ધાની હત્યા કરવાનો અને ટુકડા કરવાનો નિર્ણય લીધો હતો.
આટલું જ નહીં, તેણે વધુમાં જણાવ્યું કે, શ્રદ્ધા સાથે રિલેશનશિપમાં રહીને તેણે 20થી વધુ હિંદુ યુવતીઓ સાથે સંબંધો રાખ્યા હતા. તે બમ્બલ એપ પર હિન્દુ છોકરીઓને શોધીને તેમને ફસાવતો હતો. આ પહેલા દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે શ્રદ્ધાની હત્યા બાદ તે એક સાઈકોલોજીસ્ટ યુવતીને તેમના રૂમમાં લઈ આવ્યો હતો, તે પણ હિન્દુ હતી. તેણે આ યુવતીને શ્રદ્ધાની વીંટી ભેટ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે તે વીંટી પણ કબજે કરી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં કેટલાક એવા સત્યો જાહેર કર્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે. અમારી ટીમ નાર્કો ટેસ્ટ બાદ આ હકીકતોની પુષ્ટિ કરવા માંગે છે. પોલિગ્રાફ ટેસ્ટમાં તેણે જે કહ્યું છે તે અમને તપાસમાં ઘણી મદદ કરી રહ્યું છે. જેના દ્વારા પોલીસે તેના ઘરેથી 5 છરીઓ મળી આવી હતી. અમને આશા છે કે ટૂંક સમયમાં આ કેસ સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવશે.” તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે દિવસે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી તે દિવસે આફતાબે તેની સાથે ઝઘડો કર્યો હતો અને ગાંજો પણ પીધો હતો .
આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ
તાજેતરમાં જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), રોહિણી, નવી દિલ્હી ખાતે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. ટેસ્ટના રિપોર્ટ હજુ બહાર આવવાના બાકી છે. દિલ્હીની એક અદાલતે પોલીસને પાંચ દિવસમાં નાર્કો-એનાલિસિસ ટેસ્ટ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો અને તેમને કોઈપણ થર્ડ-ડિગ્રી પગલાંનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. પોલિગ્રાફ ટેસ્ટ પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આફતાબે નાર્કો ટેસ્ટ માટે સંમતિ આપી છે. નોંધનીય છે કે, પોલીસ પૂછપરછ દરમિયાન, આફતાબે વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા, જેના કારણે દિલ્હી પોલીસને નાર્કો ટેસ્ટ કરવા જરૂરિયાત લાગી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં જઈને નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી હતી.