Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં કથિત પથ્થરમારાની જવાબદારી આપ દ્વારા ભાજપ પર ઢોળ્યા બાદ હવે મહેસાણાનો...

    સુરતમાં કથિત પથ્થરમારાની જવાબદારી આપ દ્વારા ભાજપ પર ઢોળ્યા બાદ હવે મહેસાણાનો આખલો પણ ભાજપનો નીકળ્યો!

    સાંજે સભા ચાલુ હતી, ત્યારે એક આખલો એકા એક સભામાં ઘૂસી આવ્યો હતો. આખલાને જોઈને લોકો ખુરશીઓ લઈને આમ તેમ દોડવા લાગ્યા હતા. જે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

    - Advertisement -

    અગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પાર્ટીઓ પ્રચારના અંતિમ તબક્કામાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન બનતી નાની-નાની દુર્ઘટનાઓ ઘટતા નેતાઓ તેનો ઉપયોગ પણ આક્ષેપ-પ્ર્ત્યાક્ષેપ કરવા કરી રહ્યા છે. તેવામાં મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલાએ આતંક મચાવ્યો હોવાના સમાચાર બાદ કોંગ્રેસે તેનો પણ રાજકીય પ્રચારમાં લાભ લેવાની કોશિશ કરી હતી. અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે તો આ ઘટનાને પણ ભાજપની ચાલ જાહેર કરી દીધી છે.

    અહેવાલો અનુસાર ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલાએ આતંક મચાવ્યો હતો. સભામાં અશોક ગહેલોતના સંબોધન વખતે જ આખલાએ ચાલુ સભામાં મેદાનમાં ઘૂસીને ખુરશીઓ ઉલાળતા નાસભાગ મચી ગઈ હતી. આ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. અશોક ગેહલોત ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન જ આખલાની એન્ટ્રી થઈ હતી. જેથી લોકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. ત્યારે આ તકનો લાભ લઈને અશોક ગહેલોતે આ ઘટનાનો આળ ભાજપ પર ચઢાવતા કહ્યું હતું કે “નાનપણથી જોઉ છું, કોંગ્રેસની સભામાં ભાજપવાળા માણસની જગ્યાએ ગાયો મોકલી દે છે.”

    કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભામાં હાજર હતા

    - Advertisement -

    મહેસાણા શહેરના હીરાનગર ચોકમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાંજે સભા ચાલુ હતી, ત્યારે એક આખલો એકા એક સભામાં ઘૂસી આવ્યો હતો. આખલાને જોઈને લોકો ખુરશીઓ લઈને આમ તેમ દોડવા લાગ્યા હતા. જે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

    આ પહેલા કેજરીવાલે પથ્થરમારાણી અફવા ફેલાવી હતી

    આ કોઈ પહેલી વાર નથી કે કોઈ ઘટનાનો સીધેસીધો આલ ભાજપ પર ચઢાવવામાં આવ્યો હોય, સોમવારે સુરત ખાતે યોજાયેલી AAPની સભામાં અરવિંદ કેજરીવાલે પણ રોડ-શોમાં પત્થરમારો થયો હોવાની અફવા ફેલાવી હતી. કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, “પથ્થરબાજ BJP. અત્યારે હું આવી રહ્યો હતો તો તેઓએ મારા પર પથ્થર ફેંક્યા. મારો વાંક શું? જો 27 વર્ષમાં કોઈ કામ કર્યું હોત તો મારા પર પથ્થર ફેંકવાની જરૂર ન પડતી.”

    આ પછી સુરત પોલીસે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના દાવાની પોલ ખોલી નાંખી હતી. હોબાળા બાદ સુરત ઝોન-3ના DCP પિનાકીન પરમારે પોતાનું આધિકારિક પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું હતું. DCP પરમારે કહ્યું કે, “સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રીનો એક રોડ શો હતો. કેજરીવાલને Z કક્ષાની સુરક્ષા અપાઈ હતી. આ રેલીમાંસુરત પોલીસે પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એક અફવા એવી ફેલાઈ હતી કે રેલીમાં પથ્થરમારો થયો છે. પરંતુ આવી કોઈ ઘટના બની ન હતી. પોલીસ પાસે પણ આવી કોઈ માહિતી આવી નથી. પરંતુ કાર્યકરો વચ્ચે સામાન્ય બોલચાલ થઇ હતી, જેમાં પોલીસે તેમને છૂટા પાડીને રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી કરાવી હતી.”

    સુરત પોલીસના નિવેદન સામે આવ્યાં બાદ તે સાબિત થયું હતું કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે અને પાર્ટી માટે સંવેદના ઉભી કરીને મત મેળવવાના કીમિયા અજમાવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં