સોમવાર, 28 નવેમ્બરના રોજ જયારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે 2 દિવસ જ બાકી રહ્યા હતા ત્યારે વધુ બે ખ્યાતનામ સર્વેના પરિણામ બહાર આવ્યા હતા. ઇન્ડિયા ટીવી-મેટ્રિઝ અને એબીપી-સીવોટર તરફથી બહાર પાડવામાં આવેલ અંતિમ સર્વે પરિણામમાં ભાજપને ફરી એકવાર પૂર્ણ બહુમતી મળતી જોવા મળે છે.
આમ તો ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના મતદાનનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે ત્યારે હમણાં જુદી જુદી સમાચાર ચેનલો પોત-પોતાના ઓપિનિયન પોલના પરિણામો બહાર પાડી રહી છે. ગુજરાત માટેના તમામ સર્વેના પરિણામમાં એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર મોટી પૂર્ણ બહુમતી સાથે ભારતીય જાણતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
ઇન્ડિયા ટીવી-મેટ્રિઝ ફાઇનલ ઓપિનિયન પોલ
ખ્યાતનામ ખાનગી સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવીએ મેટ્રિઝ નામની સંસ્થા સાથે મળીને કરેલ સર્વે અને ઓપિનિયન પોલનું અંતિમ પરિણામ ગઈકાલે જાહેર કર્યું હતું. જેમાં ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવતી નજરે પડી રહી છે.
BJP to get 117 seats in Gujarat polls: India TV opinion poll…
— PoliticsSolitics (@IamPolSol) November 28, 2022
Now what Kejriwal has to say ? pic.twitter.com/qU5I3msbvS
આ સર્વેમાં જાહેર કરાયેલ પક્ષ અનુસાર સંભવિત બેઠકો આ મુજબ છે,
- ભારતીય જનતા પાર્ટી : 117 (+18)
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 59 (-22)
- આમ આદમી પાર્ટી : 4 (+4)
- અન્ય : 2 (0)
આ સર્વેમાં દરેક રાજકીય પક્ષના સંભવિત વોટ શેર આ મુજબ છે;
- ભારતીય જનતા પાર્ટી : 50%
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 39%
- આમ આદમી પાર્ટી : 08%
- અન્ય : 03%
આમ આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને ગત ચૂંટણી કરતા 18 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસને 22 સીટોનું નુકશાન. કોંગ્રેસની 4 સીટો આમ આદમી પાર્ટી ઝૂંટવી રહી હોય તેવું પણ દેખાય છે.
ABP-CVoter ફાઈનલ સર્વે
અન્ય એક જાણીતી સમાચાર ચેનલ ABP ન્યુઝએ પોતાના એક ભાગીદાર CVoter એ પણ ગઈકાલે જ પોતાના સર્વેનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં તો ભાજપ ઐતિહાસિક સંખ્યામાં બેઠકો મેળવીને સરકાર બનાવતી નજરે પડી રહી છે.
#ABP OPINION POLL in #Gujarat–#BJP : 137 (46%)#INC : 32 (27%)#AAP : 11 (21%)#OTH : 02 (7%)
— Election News & Survey➐ (@ElectionsnIndia) November 28, 2022
Key Takeaways:
-Congress 3rd in Saurashtra
-Big loss for Congress in North & Central too
-Every loss to Congress will contribute to #AAP
આ સર્વેમાં જાહેર કરાયેલ પક્ષ અનુસાર સંભવિત બેઠકો આ મુજબ છે,
- ભારતીય જનતા પાર્ટી : 134-142
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 28-36
- આમ આદમી પાર્ટી : 7-15
- અન્ય : 0-2
આ સર્વેમાં દરેક રાજકીય પક્ષના સંભવિત વોટ શેર આ મુજબ છે;
- ભારતીય જનતા પાર્ટી : 49.5%
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 26.9%
- આમ આદમી પાર્ટી : 21.2%
- અન્ય : 07%
ચૂંટણીનું સમયપત્રક
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં 2 તબક્કામાં મતદાન થવાનું છે અને બંનેનું પરિણામ એક જ દિવસે આવવાનું છે.
ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. જયારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થવાનું છે.
બંને તબક્કાઓના મતદાનનું પરિણામ એકસાથે 8 ડિસેમ્બરના રોજ થવાનું છે. જે બાદ ગુજરાતને નવી સરકાર મળશે.