કર્ણાટકના મેંગલુરુમાં એક મહિલાનું બળજબરીથી ધર્મપરિવર્તન કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક મહિલા પોલીસે એક હિંદુ યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવા બદલ મેંગલુરુની મહિલા ડોકટર જમીલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ દ્વારા પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને કર્ણાટક ધાર્મિક સ્વતંત્રતા અધિકાર અધ્યાદેશની કલમ 3 અને 5 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
અહેવાઓ અનુસાર પોલીસે આરોપીઓની ઓળખ મેંગલુરુની મહિલા ડોકટર જમીલા, ખલીલ અને એમન તરીકે કરી છે. પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેન્સી સ્ટોરમાં કામ કરતી શિવાની ખલીલની માલિકીની દુકાનમાં તેનો મોબાઈલ ફોન રિચાર્જ કરવા જતી હતી. દરમિયાન ખલીલે તેની સાથે મિત્રતા કરીને નોકરી આપવાની લાલચ આપી હતી.
પીડિતાની માતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર પીડિતાની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ખલીલ શિવાનીને તેના સંબંધીના ઘરે લઈ ગયો, જ્યાં તેનું નામ બદલીને આયેશા રાખવામાં આવ્યું. ત્યારબાદ તેણીને કથિત રીતે નમાજ પઢવા અને કુરાન વાંચવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ખલીલે કથિત રીતે તેનું યૌનશોષણ પણ કર્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખલીલે નોકરી અપાવવાનું વચન આપ્યું હતું
પોલીસ ફરિયાદ મુજબ, ફેન્સી સ્ટોરમાં કામ કરતી શિવાની ખલીલની માલિકીની દુકાનમાં તેનો મોબાઈલ ફોન રિચાર્જ કરતી હતી. આ દરમિયાન ખલીલે તેની સાથે મિત્રતા કરી અને વચન આપ્યું કે તે તેને 2021માં સારા પગાર સાથે સારી નોકરી અપાવશે. તે શિવાનીને તેના સંબંધીના ઘરે લઈ ગયો, જ્યાં તેનું નામ બદલીને આયેશા રાખવામાં આવ્યું હતું.
પીડિતાના જાતીય શોષણના આરોપો
પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શિવાનીને નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેને કુરાન વાંચવાની ફરજ પાડવામાં આવી હતી. આટલું જ નહીં, ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખલીલે તેનું યૌન શોષણ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદના આધારે ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 3 અને 5 અને કર્ણાટક પ્રોટેક્શન ઑફ રાઇટ ટુ રિલિજિયસ ફ્રીડમ ઓર્ડિનન્સ, 2022 હેઠળ FIR નોંધવામાં આવી છે. આરોપીઓની ઓળખ ખલીલ, ડો. જમીલા અને આયમાન તરીકે થઈ છે. પીડિતાની માતાએ આ મામલે તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.