Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમે વિશ્વ વિક્રમ સ્થાપ્યો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ...

    અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમે વિશ્વ વિક્રમ સ્થાપ્યો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું નામ

    1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

    - Advertisement -

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIના સેક્રેટરી જય શાહે રવિવારે આ બાબતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. 

    વાસ્તવમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે T20 મેચ દરમિયાન સર્વાધિક દર્શકોની ઉપસ્થિતિ મામલે રેકોર્ડ બનાવ્યો છે. અહીં રમાયેલી આઇપીએલની ફાઇનલમાં એક લાખથી વધુ દર્શકો આવ્યા હતા, જે આજ સુધી કોઈ પણ સ્ટેડિયમમાં T20 મેચ જોવા આવેલ દર્શકોની સર્વાધિક સંખ્યા છે. 

    BCCI સેક્રેટરી જય શાહે જાણકારી આપતાં ટ્વિટ કર્યું કે, 29 મે 2022ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ 1 હજાર 566 દર્શકોએ આઇપીએલની ફાઇનલ નિહાળી હતી. આ દરમિયાન T20 મેચમાં દર્શકોની સૌથી વધુ ઉપસ્થિતિને લઈને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરતાં ખુશી અને ગર્વ થાય છે. તેમણે આ રેકોર્ડ બનાવવામાં મદદરૂપ થનારા ક્રિકેટ ફેન્સનો આભાર પણ માન્યો હતો. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 29 મેના રોજ અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સ 7 વિકેટે વિજેતા બન્યું હતું. નોંધનીય છે કે ગુજરાત ટાઇટન્સ ટીમ આ વખતે પહેલી જ વખત આઇપીએલ રમી હતી અને તેમાં ચેમ્પિયન બની હતી. 

    અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. તેની ક્ષમતા 1 લાખ 24 દર્શકોની છે. જ્યારે મોદી સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 32 હજાર દર્શકોની છે. 

    આ સ્ટેડિયમ પહેલાં 1983માં બન્યું હતું, ત્યારબાદ 2006માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2015માં તેને બંધ કરીને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા બાદ નવેસરથી બનાવિને વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું. ફેબ્રુઆરી 2021માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને નામકરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ બનાવવા માટે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં