Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાચીનના શિનજિયાંગ પ્રાંતના ઉરુમકીમાં જીવલેણ આગમાં 10ના મૃત્યુ બાદ કડક COVID લોકડાઉન...

    ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉરુમકીમાં જીવલેણ આગમાં 10ના મૃત્યુ બાદ કડક COVID લોકડાઉન સામે વિરોધ ફાટી નીકળ્યો

    ગુરુવાર, 24મી નવેમ્બર 2022ના રોજ, ઉરુમકીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. લોકડાઉનના કડક પગલાંને કારણે અંદર ફસાયેલા લોકોને બિલ્ડિંગમાંથી બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ, સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો સામે વિરોધ ફાટી નીકળ્યો.

    - Advertisement -

    ચીનના સુદૂર પશ્ચિમી ઝિનજિયાંગ પ્રાંતમાં, વિરોધ ફાટી નીકળ્યો છે, જેમાં દેશવ્યાપી કોરોના એક નવો રેકોર્ડ બનાવ્યો હોવાથી લગાવેલ લાંબા કોવિડ -19 લોકડાઉનમાં જીવલેણ આગ ફાટી નીકળતા લોકો ખતરનાક સુરક્ષાકકવચ પહેરેલા સુરક્ષાકર્મીઓ સામે નારા લગાવતા નજરે પડ્યા હતા.

    શુક્રવારની રાત્રે (નવેમ્બર 25) ચાઇનીઝ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ટોળાં “લોકડાઉન સમાપ્ત કરો” ના નારા લગાવતા અને રસ્તા પર ચાલતી વખતે હાથ ઉંચા કરતા દેખાતા હતા. આ વીડિયો શિનજિયાંગની રાજધાની ઉરુમકીથી રિલીઝ કરવામાં આવ્યો હતો.

    ગુરુવાર, 24મી નવેમ્બર 2022ના રોજ, ઉરુમકીમાં એક બિલ્ડિંગમાં જીવલેણ આગ લાગી હતી. લોકડાઉન લાદવામાં આવ્યું હોવાથી લોકો સરળતાથી ભાગી શક્યા ન હતા. ઑગસ્ટની શરૂઆતથી આ શહેરમાં પ્રતિબંધો છે, જે પશ્ચિમી શિનજિયાંગની પ્રાંતીય રાજધાની તરીકે સેવા આપે છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં લગભગ 100 નવા કેસ નોંધાયા છે.

    - Advertisement -

    બીબીસીના અહેવાલ મુજબ, ઘટના બાદ, એક સાક્ષીએ કહ્યું કે આગથી પ્રભાવિત કમ્પાઉન્ડના રહેવાસીઓને પ્રાથમિક રીતે તેમના ઘર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચીનના સરકારી મીડિયાએ તે એકાઉન્ટને રદિયો આપ્યો છે. ઉરુમકીમાં સત્તાવાળાઓએ, જોકે, શુક્રવારે મોડી રાત્રે અસાધારણ માફી માંગી હતી, પરંતુ તેમના આદેશોનો અનાદર કરનાર કોઈપણને સજા કરવાનું વચન આપ્યું છે.

    કડક શૂન્ય-કોવિડ નીતિ હોવા છતાં, કોરોના ચીનમાં ફરી અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગયો છે. ઉરુમકીમાં સત્તાવાળાઓએ હવે ધીમે ધીમે પ્રતિબંધો દૂર કરવાનું વચન આપ્યું છે. જો કે તેઓ અસ્વીકાર કરી રહ્યા છે કે તેઓએ ગુરુવારે કોઈને પણ આગમાંથી ભાગી જતા અટકાવ્યા હતા.

    ચીનની કડક ઈન્ટરનેટ સેન્સરશીપને કારણે, શનિવારની સવાર સુધીમાં, ઉરુમકી વિરોધના મોટાભાગના લખાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર ગુરુવારે ઉરુમકી એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં આગ કે જેમાં 10 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું અને એનેક ઘાયલ થયા હતા, એવું લાગે છે કે વિદ્યુત શોટસર્કિટ સમસ્યાથી શરૂઆત થઈ હતી.

    ઓનલાઈન લેખોએ દાવો કર્યો છે કે કોવિડની મર્યાદાઓએ આગ ઓલવવી વધુ મુશ્કેલ બનાવી હતી. શહેરના અધિકારીઓએ આનો ઇનકાર કર્યો છે, સળગતી ઇમારત સુધી પહોચચી ન શકાયો તેના દોષનો પોટલો તેઓ પાર્ક કરેલી ગાડીઓ પર નાખીને પોતાની જવાબદારીથી ભગત દેખાયા હતા.

    જો કે બેઇજિંગની શૂન્ય-કોવિડ નીતિનો વિરોધ વધી રહ્યો છે, ચીનમાં મોટા પાયે, સંઘર્ષાત્મક પ્રદર્શનો અસામાન્ય છે. શૂન્ય-કોવિડ નીતિ એ તેના પ્રકારનો વિશ્વનો છેલ્લો કાર્યક્રમ છે, જે દેશના નબળા રસીકરણ કવરેજ અને વડીલોને સુરક્ષિત કરવાના પ્રયાસને કારણે છે. નોંધનીય છે કે શિનજિયાંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉઇગુર લોકો રહે છે અને તેમના માનવાધિકારોના અનેક ઉલ્લંઘન માટે ચીનની સરકારને દોષી ઠેરવવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં