દિલ્હી પોલીસે શુક્રવાર, 25 નવેમ્બર, 2022 ના રોજ, કોંગ્રેસના MCD ઉમેદવાર શ્રીમતી અરીબા ખાનના પિતા આસિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ શાહીન બાગ તૈયબ મસ્જિદની સામે ફરજ પરના પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો અને બાદમાં તેમની ધરપકડ પણ કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શાહીન બાગના રહેવાસી પૂર્વ કોંગ્રેસ MLA આસિફ ખાન પોર્ટેબલ સ્પીકરનો ઉપયોગ કરીને તૈયબ મસ્જિદની સામે એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમણે સબ ઇન્સ્પેક્ટર અક્ષય સાથે ગેરવર્તન કર્યું હતું, જેમણે આસિફ પાસે જઈને સભા વિશે પૂછપરછ કરી હતી.
Former Congress MLA Asif Khan was arrested after he allegedly "abused" a police officer in the Shaheen Bagh area when he was questioned for holding a gathering without permission from the State Election Commission.
— TIMES NOW (@TimesNow) November 26, 2022
Meanwhile, BJP has demanded stringent action against Khan. pic.twitter.com/h4Rlo4x8Pe
“25 નવેમ્બરના રોજ એક પોલીસ કર્મચારી, સબ ઇન્સ્પેક્ટર અક્ષયે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તૈયબ મસ્જિદની સામે લગભગ 20-30 લોકોનો મેળાવડો જોયો. પોલીસકર્મી સભાની નજીક તૈયબ મસ્જિદની સામે પહોંચ્યો, જ્યાં આસિફ મોહમ્મદ ખાન, (કોંગ્રેસના MCD કાઉન્સિલર ઉમેદવાર અરીબા ખાનના પિતા) થોકર નંબર 9, શાહીન બાગ, દિલ્હીના રહેવાસી તેમના સમર્થકો સાથે તૈયબ મસ્જિદની સામે હાજર હતા અને પોર્ટેબલ સ્પીકરનો ઉપયોગ કરીને સભાને સંબોધિત કરી રહ્યા હતા,” દિલ્હી પોલીસે જણાવ્યું હતું.
During patrolling near Tayyab Masjid area yesterday, police constable noticed a gathering. One Asif Mohd Khan, father of Congress MCD Counselor candidate Ariba Khan along with his supporters was addressing the gathering using loud hailer: Delhi Police
— ANI (@ANI) November 25, 2022
(Screengrab of viral video) pic.twitter.com/ownec4cHMs
“જ્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આસિફ મોહમ્મદ ખાનને ભીડ ભેગી કરવા અંગે ચૂંટણી પંચની પરવાનગી માટે પૂછ્યું. આ સાંભળીને આસિફ મોહમ્મદ ખાન આક્રમક થઈ ગયા અને પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગ્યા. આસિફ મોહમ્મદ ખાને અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ફરજ પરના પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરી,” પોલીસે ઉમેર્યું.
સબ ઈન્સ્પેક્ટર અક્ષયે આરોપી વિરુદ્ધ શાહીન બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. દિલ્હી પોલીસે ફરિયાદી પોલીસ કર્મચારી અક્ષયની ફરિયાદના આધારે આસિફ ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની 186/353 કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તાજા અહેવાલો મુજબ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.