નાઈજીરિયામાં સશસ્ત્ર ઇસ્લામી કટ્ટરપંથીઓએ સ્થાનિક સમુદાયો સામે જેહાદની ઘોષણા કરી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જે અનુસાર, નાઈજીરિયાના ઇનુગુ રાજ્યમાં અગુ-અમેદ સમુદાય પર હુમલો કરી દીધો હતો અને મહિલાઓ-બાળકો સહિત 10ની હત્યા કરી નાંખી હતી. આ ઉપરાંત, અનેક લોકોનાં ઘરો પણ સળગાવી દીધાં હતાં.
Nigeria: Muslims declare jihad against Enugu communities, kill many people, sack villages, burn houses https://t.co/7BHhUOz3Pc pic.twitter.com/K2PygHp6DE
— Robert Spencer روبرت سبنسر रॉबर्ट स्पेंसर 🇺🇸 (@jihadwatchRS) November 24, 2022
સહારા રિપોર્ટ્સના એક અહેવાલ અનુસાર, ગત શનિ અને રવિવારે નાઈજીરિયાના એક ગામમાં અગુ-અમેદ સમુદાય પર ઇસ્લામીઓએ હુમલો કરી દીધો હતો અને મહિલાઓ-બાળકો સહિત 10ની હત્યા કરી નાંખી હતી. આ ઉપરાંત, અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી. એટલું જ નહીં, લૂંટફાટ કરી ઘરો પણ સળગાવી દીધાં હતાં.
ત્યારબાદ મંગળવારે સવારે આતંકીઓ ફરી ત્રાટક્યા હતા અને ગોળીબાર કર્યો હતો અને ઘરો સળગાવી દીધાં હતાં. અહેવાલો જણાવે છે કે હજુ પણ હુમલાઓ ચાલુ જ છે. બીજી તરફ, સૈન્યબળ મોકલવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આતંકીઓ મશીન ગન અને ભારે હથિયારો લઈને હુમલો કરવા માટે આવ્યા હતા.
એક વ્યક્તિએ સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આતંકીઓએ ઘણા લોકોને મારી નાંખ્યા હતા. અહીં સેના કે પોલીસની કોઈ સુરક્ષા નથી. મને જાણવું મળ્યું છે કે, જુદા-જુદા બે સ્થળોએ કુલ 15 લોકો માર્યા ગયા છે.
તેમણે જણાવ્યું કે, લોકો પોતાનાં ઘરો છોડીને ભાગી રહ્યા છે. મારું પોતાનું ઘર પણ સવારે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. અમને મદદ જોઈએ છે. ESN કેમ્પો પર બોમ્બિંગ કરતાં મિલિટરી પ્લેન અમારા વિસ્તારમાં પણ તહેનાત કરવામાં આવવા જોઈએ. સશસ્ત્ર લોકો અમારાં ગામો પર કબજો જમાવી રહ્યા છે. નાઈજિરિયન સેનાએ અહીં સૈન્ય મોકલવું જોઈએ.”
આ હુમલા બાદ ઇનુગુ રાજ્યની સરકારે તેને વખોડી કાઢ્યો છે અને સાથે સુરક્ષા એજન્સીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને વધુ કડક સુરક્ષા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરવા માટેનો આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે નાઈજીરિયા પણ ઇસ્લામિક આતંકવાદથી ગ્રસિત દેશ છે. અહીં બોકો હરામ જેવાં ઇસ્લામિક આતંકવાદી સંગઠનો છેલ્લાં ઘણાં વર્ષોથી આતંક મચાવી રહ્યાં છે અને અત્યાર સુધીમાં લગભગ 36000 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તો 30 લાખથી વધુએ સ્થળાંતર કરવું પડ્યું છે.