Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ડિયર કલેક્ટર અંકલ... તેઓ મસ્જિદમાંથી બૂમો કેમ પાડે છે': ભોપાલનાં બાળકો અઝાનથી...

    ‘ડિયર કલેક્ટર અંકલ… તેઓ મસ્જિદમાંથી બૂમો કેમ પાડે છે’: ભોપાલનાં બાળકો અઝાનથી પરેશાન, વોટ્સએપ પર ફરી રહ્યો છે ડીએમ ઓફિસનો સિક્કો લાગેલો પત્ર

    બાળકોના જણાવ્યા મુજબ, તેમની વસાહતની બહારની બાઉન્ડ્રી વોલ પરથી અલગ-અલગ સમયે લાઉડસ્પીકર મોટેથી વગાડવા લાગે છે. જેના કારણે તેમના અભ્યાસ અને રમતગમતમાં અવરોધ ઉભો થાય છે.

    - Advertisement -

    હાલ ત્રણ પાનાનો એક પત્ર વોટ્સએપ વાયરલ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલના કેટલાક બાળકોએ દાવા સાથે આ પત્ર લખ્યો છે. આ પત્ર ભોપાલના કલેક્ટરને સંબોધવામાં આવ્યો છે. પત્ર પર ભોપાલ કલેક્ટર ઓફિસની સ્ટેમ્પ પણ ચોંટાડવામાં આવી છે. બાળકોના પત્રમાં મસ્જિદમાંથી આવતા અવાજથી સમસ્યા થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    પત્ર પર 9 નવેમ્બર 2022ની તારીખ નોંધવામાં આવી છે. જોકે, ઑપઈન્ડિયા તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પત્ર અંગે કરવામાં આવી રહેલા દાવા અંગેની માહિતી માટે અમે ભોપાલના ડીએમ અવિનાશ લાવાનિયાનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. અમે વોટ્સએપ પર પણ પત્રની કોપી મોકલીને તેમની પાસેથી આ સંબંધમાં માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેનો પણ જવાબ મળ્યો ન હતો. વેબસાઈટ પર ઉપલબ્ધ ભોપાલ કલેક્ટર ઓફિસનો લેન્ડલાઈન નંબર વારંવાર વ્યસ્ત આવી રહ્યો હતો. વાયરલ બાળકોના પત્રમાં મસ્જિદમાંથી આવતા અવાજથી સમસ્યાનો ઉલ્લેખ બાબતે માહિતી લેવા જયારે અમે જિલ્લા માહિતી અધિકારીનો સંપર્ક કરવા વેબસાઈટ પર આપવામાં આવેલ લેન્ડલાઈન નંબર પર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, તો તે ખોટો હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા તંત્ર તરફથી પ્રત્યુત્તર મળ્યે આ સમાચાર અપડેટ કરી દેવામાં આવશે.

    ભોપાલના બાળકોના કથિત પત્રમાં શું લખ્યું છે?

    - Advertisement -

    આ પત્ર લખનાર બાળકોએ પોતાને નિખિલ બંગલા ફેઝ-3, હોશંગાબાદ રોડ, ભોપાલના રહેવાસી ગણાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે તેમના વિસ્તારમાં મુસ્લિમ વસ્તી નહિવત્ છે. પરંતુ તેઓ મસ્જિદના લાઉડસ્પીકરમાંથી આવતા અઝાનના અવાજથી પરેશાન છે. અઝાન વિવિધ અવાજોમાં કરવામાં આવે છે, ક્યારેક દિવસ દરમિયાન અને ક્યારેક રાત્રે. મસ્જિદમાંથી આવતા અવાજનું કારણ પૂછતાં બાળકોએ તેને બંધ કરવા વિનંતી કરી છે.

    પત્રો લખનારા કથિત બાળકોએ કહ્યું છે કે તેઓએ તેમની સમસ્યાઓ તેમના માતાપિતા અને પડોશીઓને પણ જણાવી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. બાળકોના જણાવ્યા મુજબ, તેમની વસાહતની બહારની બાઉન્ડ્રી વોલ પરથી અલગ-અલગ સમયે લાઉડસ્પીકર મોટેથી વગાડવા લાગે છે. જેના કારણે તેમના અભ્યાસ અને રમતગમતમાં અવરોધ ઉભો થાય છે.

    પત્રમાં બાળકોએ કહ્યું છે કે તેમની કોલોનીમાં પણ દેવી માનું મંદિર છે. જો ક્યારેય કોઈ ઘોંઘાટ થાય છે, તો પૂજારી શાંત કરી દે છે. પરંતુ મસ્જિદમાંથી અરબીમાં આવતા અવાજો કોઈ સમજી શકતું નથી. બાળકોનું કહેવું છે કે તેઓએ આ વિશે શાળામાં તેમના સહપાઠીઓ સાથે પણ વાત કરી હતી.

    સાભાર ऑपइंडिया

    પત્રમાં ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ

    આ પત્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ છે. બાળકોએ લખ્યું છે કે તેમને રાહુલ ગાંધીની ભોપાલ મુલાકાત વિશે મીડિયા દ્વારા જાણ થઈ છે. ડીએમને વિનંતી કરતા વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદની નકલ રાહુલ ગાંધીને આપવા અને તેમની સાથે આ સમસ્યાના ઉકેલ માટે ચર્ચા કરવા વિનંતી કરી છે. બાળકોએ પત્રમાં એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી દાઢી વધારીને બિલકુલ સ્માર્ટ દેખાતા નથી અને તેમણે ક્યાંક રોકાઈને શેવિંગ કરાવવું જોઈએ.

    પત્રના અંતમાં, બાળકોએ પૂછ્યું છે કે જ્યારે તેમની આસપાસ એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, તો દિવસ-રાત અઝાન કોને સંભળાવવામાં આવે છે. આ અંગે બાળકોએ તેમના શિક્ષકોને ટાંકીને લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યુપીમાં કેવી રીતે લાઉડસ્પીકર પેક થઇ ગયા?

    ઑપઈન્ડિયાએ ભોપાલના નિખિલ બંગલા ફેઝ 3 કોલોનીના બિલ્ડર દીપક લાલવાણી સાથે પણ વાત કરી હતી. પણ તેમણે આવો પત્ર મોકલવામાં આવ્યો હોવાની કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ કહેવામાં આવ્યું કે કોલોનીથી માત્ર 500 ફૂટ દૂર એક મસ્જિદ છે. અહીંથી આવતા અવાજો કોલોનીમાં સ્પષ્ટ સંભળાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં