Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણજ્યાંથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફણગાં ફૂટ્યા હતા એ જ સુરતમાં AAPના...

    જ્યાંથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફણગાં ફૂટ્યા હતા એ જ સુરતમાં AAPના ઝંડાની હોળી: કાર્યકર્તાઓએ લગાવ્યો ઠગાયા હોવાનો આરોપ

    વિડીયોમાં આપ કાર્યકર્તાઓ આ સામગ્રીમાંમાં હોળી કરતા કરતા સપથ લેતા સંભળાય છે કે, "અમે આજીવન કોઈ વાર આમ આદમી પાર્ટીને વોટ નહીં આપીએ." સાથે જ લોકો 'કેજરીવાલ મુર્દાબાદ', 'આમ આદમી પાર્ટી મુર્દાબાદ', 'કેજરીવાલ હાય હાય' અને 'આમ આદમી પાર્ટી હાય હાય' જેવા નારાઓ પણ લગાવી રહ્યા છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે એવામાં જે પાર્ટી પોતાને કોંગ્રેસ કરતા વધુ મજબૂત બતાવી રહી હતી તે આમ આદમી પાર્ટીને હવે તેના સૌથી મજબૂત પકડવાળા સુરતમાંથી જ જાકારો મળી રહ્યો છે.

    મંગળવારે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ AAP અને કેજરીવાલ વિરોધી બેનરો લઈને નારા લગાવતા નજરે પડતા હતા અને બાદમાં તેઓએ આપના બેનર, ખેસ, ઝંડા અને ટોપીઓની હોળી કરી હતી.

    વિડીયોમાં આપ કાર્યકર્તાઓ આ સામગ્રીમાંમાં હોળી કરતા કરતા સપથ લેતા સંભળાય છે કે, “અમે આજીવન કોઈ વાર આમ આદમી પાર્ટીને વોટ નહીં આપીએ.” સાથે જ લોકો ‘કેજરીવાલ મુર્દાબાદ’, ‘આમ આદમી પાર્ટી મુર્દાબાદ’, ‘કેજરીવાલ હાય હાય’ અને ‘આમ આદમી પાર્ટી હાય હાય’ જેવા નારાઓ પણ લગાવી રહ્યા છે.

    - Advertisement -

    સાથે તેમણે એવી કસમ પણ ખાધી હતી કે તેઓ એવી મહેનત કરશે કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ના મળે. સાથે જ તેઓ કેજરીવાલ સમેત આમ આદમી પાર્ટીને પાછી દિલ્હી ભેગી કરવાની વાત કરી રહ્યા હતા.

    આ પહેલા પણ થઇ ચુક્યો છે સુરતમાં આપનો વિરોધ

    2 દિવસ પહેલા જ બીજો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરત ટેક્ષટાઇલ માર્કેટ ખાતે વોટ માંગવા પહોંચ્યા હતા જ્યાં આખા માર્કેટ એક જ સ્વરે તેમનો વિરોધ કર્યો હતો.

    વીડિયોમાં સાંભળી શકાય છે એમ આખું માર્કેટ આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ‘મોદી-મોદી’ ના નારાઓ લગાવીને તેમનો વિરોધ કરી રહ્યા છે.

    આ ઉપરાંત સુરતની જે બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉભા રહ્યા છે તે કતારગામ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં ભાજપ સમર્થનના બેનર લાગી ચુક્યા છે.

    બેનરમાં લખેલું વંચાય છે કે, ‘અમારી સોસાયટીમાં વિનુભાઈ મોરડિયા (ભાજપ ઉમેદવાર) સિવાય કોઈએ મત માંગવા આવવું નહીં.”

    આમ, એક સમયે જે સુરત આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતું હતું ત્યાં હવે પ્રજા તો ઠીક પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આપની વિરુદ્ધમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. રાજનીતિમાં પરિવર્તન લાવવાની વાત કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતની રાજનીતિમાં દેખાઈ પણ નહીં તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં