સોમવારે ગુજરાત વિચાનસભા અંતર્ગત પોતાની પહેલી ચૂંટણી સભાને રાહુલ ગાંધીએ સંબોધી હતી. પરંતુ મતદારો પર એનો જોઈએ એવો પ્રભાવ પડ્યો નથી. જે બાદ ડભોઈના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પ્રચારમાં આવેલા લોકોને પૈસા આપતા નજરે પડી રહ્યા છે.
વડોદરા જિલ્લાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પ્રચાર દરમિયાન લોકોને નાણાં વહેંચતા દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પૈસા વહેચતો વિડીયો વાયરલ, વિવાદના એંધાણ https://t.co/awQVUFg3Z2@BJP4Gujarat @INCGujarat #vadodara #dabhoi #Gujarat #election #GujaratiNews #GujaratPolitics #GujaratElection2022 #Election2022 #BJPGujarat #GujaratCongress #AapGujarat
— Gujarat Tak (@GujaratTak) November 22, 2022
ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે (ઢોલાર) આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. રવિવારે ભાયલીમાં તેઓનો પ્રચાર સમયનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ ત્યાં ઉભેલા વ્યક્તિને નાણાં આપતા દેખાય છે. વીડિયોમાં બે લોકોને તેઓ નાણાં આપી રહ્યા છે.
આ મુદ્દે હાલ ભાજપ આક્રમણ કરવાના મૂડમાં છે અને શક્ય છે તે તેઓ આ બાબતમાં બાલકૃષ્ણ ઢોલાર વિરુદ્ધ ચૂંટણી પાંચમા ફરિયાદ પણ નોંધાવી શેક છે.
जब राहुल गांधी के रैलियों से भिड़ नदारत दिखी, उनके भाषण का कोई असर नहीं हुआ तो कांग्रेस पैसे से वोट खरीदने की कोशिश करने लगी है।
— Zubin Ashara (@zubinashara) November 22, 2022
आम लोगों के बीच पैसे बांटते ये डभोई के उम्मीदवार बालकृष्ण पटेल (ढोलर) हैं, EC से आग्रह है की इस मामले का संज्ञान लें। 👇 pic.twitter.com/aYkzcKpdIK
ભાજપના પ્રદેશ મીડિયા સહ-કન્વીનર ઝુબીન અસરાએ આ વિડીયો ટ્વીટ કરીને લખ્યું હતું કે, “જ્યારે રાહુલ ગાંધીની રેલીઓદમ વિનાની હતી, તેમના ભાષણોની કોઈ અસર થઈ ન હતી એટલે કોંગ્રેસે પૈસાથી વોટ ખરીદવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ડભોઇના આ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ધોલર) સામાન્ય લોકોમાં પૈસા વહેંચી રહ્યા છે, આ બાબતની નોંધ લેવા ઈલેક્શન કમિશનને વિનંતી છે.”
બાલકૃષ્ણને ભાજપમાંથી કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ
ઉલ્લેખનિય છે કે, બે વર્ષ પહેલા વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સહિત 25 હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં હતા. પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલના પુત્રને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરાવી હતી.
જે બાદ તેઓએ કોંગ્રેસ જોઈન કરી લેતા આ ચૂંટણીમાં તેમને ડભોઇમાંથી ઉમેદવારી આપવામાં આવી હતી. હવે આ વિડીયો વાઇરલ થયા બાદ તેમની તકલીફો વધી શકે છે.