ભારતમાં મની લોન્ડરિંગ, આતંકવાદને પ્રોત્સાહન આપવા, ગેરકાયદે ધર્માંતરણ સહિતના અનેક કેસમાં વોન્ટેડ ઝાકિર નાઈક ફિફા વર્લ્ડ કપ વચ્ચે કતાર પહોંચી ગયો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગયા અઠવાડિયે કતારમાં એક કાર્યક્રમ દરમિયાન ઝાકિર નાઈકે અન્ય ધર્મના ચાર લોકોને ઈસ્લામ કબૂલ કરાવ્યો છે. આ દાવા સાથે વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ઈસ્લામિક તકરીરો આપનાર ઝાકિર નાઈક અન્ય ચાર લોકો સાથે સ્ટેજ પર ઊભેલો જોવા મળે છે.
કતારમાં ઝાકિર નાઈકે ઈસ્લામ મઝહબ કબુલ કરાવવા બોલાવેલા લોકોમાંથી એક વ્યક્તિ મંચ પર નાઈકના શબ્દોનું પુનરાવર્તન કરે છે. આમાં તે કહેતો જોવા મળે છે કે અલ્લાહ સિવાય કોઈ નથી અને પયગંબર મોહમ્મદ તેમના મસીહા છે. ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા ઝાકિર નાઈકને 2022 ફિફા વર્લ્ડ કપ પહેલા કતારમાં ઈસ્લામનો પ્રચાર કરતું ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે આ વીડિયો જૂનો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 27 મે, 2016ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
જો કે, વિડીયો જૂનો હોવાના કારણે એ હકીકત બદલાતી નથી કે ઝાકિર નાઈક ફિફા વર્લ્ડ કપ વચ્ચે કતાર પહોંચી ગયો છે અને ધર્મપરિવર્તન કરવા માટે તે કુખ્યાત છે. તે પોતાની તકરીરો દ્વારા બ્રેઈનવોશ કરવામાં માહેર છે અને ઘણા આતંકવાદીઓના ગેજેટ્સમાં તેના વીડિયો જોવા મળે છે.
This video is from May 2016 and is not a recent development.
— Dibakar Dutta (দিবাকর দত্ত) (@dibakardutta_) November 21, 2022
Having said that, it doesn’t change the fact that Zakir Naik has been coercing non-Muslims to convert at events for answering their questions ‘correctly.’https://t.co/u2C6k0jJsF
ફિફા વર્લ્ડ કપની મેચો જોવા માટે વિવિધ દેશોમાંથી કતાર પહોંચતા પ્રશંસકો પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તે પ્રતિબંધોને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. વર્લ્ડ કપ મેચ દરમિયાન સ્ટેડિયમમાં મંજૂર કરાયેલા દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. બિયર કંપની બડવીઝર વચ્ચે કરોડો ડોલરનો કરાર સંકટના વાદળ હેઠળ છે. બ્રુઇંગ જાયન્ટ Anheuser-Busch InBevએ કહ્યું કે સંજોગો અમારા નિયંત્રણની બહાર છે. આ કારણે કેટલાક વેચાણ આગળ વધી શકશે નહીં.
હકીકતે, FIFA વર્લ્ડ કપ માટે, કતાર સરકારે દારૂ માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. આમાં ચાહકો મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલા અને તે સમાપ્ત થયાના એક કલાક પછી જ બીયર ખરીદી શકશે. કતારમાં પુરૂષો અને મહિલાઓ બંનેના વસ્ત્રોને લઈને કેટલાક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. અહીં મહિલાઓ શરીરને ખુલ્લું પાડતા કપડાં નહિ પહેરી શકે. આવી સ્થિતિમાં તેમને જેલમાં મોકલવાનો નિયમ છે. આ સિવાય હવે મેચ દરમિયાન ઈસ્લામનો પ્રચાર કરવાને લઈને પણ વિવાદ થયો છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કતાર આટલી મોટી ઘટનાનો ઉપયોગ ઇસ્લામના પ્રચાર માટે કરવા માંગે છે. આ કામ માટે કટ્ટરપંથી ઝાકિર નાઈકની પસંદગી કરવામાં આવી છે. આ વીડિયો ભલે જૂનો છે, પરંતુ તેનો કતાર પહોંચવાનો હેતુ એક જ છે.
ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક પોતાની મઝહબી તકરીરો દ્વારા સમાજમાં નફરત ફેલાવે છે એટલું જ નહીં, મુસ્લિમ યુવાનોને જેહાદ અને આતંકવાદ માટે પણ ઉશ્કેરે છે. તાજેતરમાં જ ધરપકડ કરાયેલા ઘણા આતંકવાદીઓએ કહ્યું હતું કે ઝાકિર નાઈકનો વીડિયો જોઈને તેઓ આતંકવાદ તરફ વળ્યા હતા. ઝાકિર નાઈક પર ભારતમાં મની લોન્ડરિંગ, આતંકવાદને પ્રોત્સાહન, ધર્મ પરિવર્તન , સમાજમાં નફરત ફેલાવવા, હેટસ્પીચ સહિતની ઘણી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.
તે એક ભાગેડુ છે અને ભારતમાં વોન્ટેડ છે. ભારત સરકાર તેને દેશમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. 2016ના અંતમાં ભારતે નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. ઝાકિર નાઈકને સરકારની કાર્યવાહીનો સંકેત મળતા જ તે મલેશિયા ભાગી ગયો હતો. જે બાદ વર્ષ 2017માં ઝાકિર નાઈકને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.