દિલ્હીમાં યોજાયેલી ‘નો મની ફોર ટેરેરિઝમ’ કોન્ફરન્સનો આરંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સૌને સાથે આવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદને ઉખાડી ન ફેંકે ત્યાં સુધી ભારત અટકશે નહીં. ઉપરાંત, પીએમ મોદી આડકતરી રીતે આતંકવાદને પોષતા પાકિસ્તાન પર પણ પ્રહારો કરતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, આ કોન્ફરન્સ ભારતમાં યોજાઈ રહી છે તેનું આગવું મહત્વ છે. કારણ કે વિશ્વએ આતંકવાદની ગંભીરતાથી નોંધ લીધી તેનાં ઘણા સમય પહેલાંથી ભારત આતંકવાદનો સામનો કરતું આવ્યું છે.
India has fought terrorism bravely. pic.twitter.com/iPHeepOcVZ
— PMO India (@PMOIndia) November 18, 2022
પીએમ મોદીએ કહ્યું કે, “દાયકાઓથી આતંકવાદે જુદા-જુદા નામો અને સ્વરૂપો હેઠળ ભારતને નુકસાન કરવાના પ્રયાસો કર્યા, હજારો લોકોએ જીવન ગુમાવ્યાં, પરંતુ અમે આતંકવાદ સામે બહાદૂરીથી લડ્યા છીએ અને આતંકવાદને જડમૂળથી ઉખાડી ન ફેંકે ત્યાં સુધી ભારત અટકશે નહીં.”
વડાપ્રધાને કહ્યું કે, “આતંકવાદ એક એવો વિષય છે જે સમગ્ર માનવતાને અસર કરે છે. લાંબાગાળે આતંકવાદ સ્થાનિક અર્થવ્યવસ્થા પર માઠી અસર કરે છે. પ્રવાસન હોય કે વેપાર, કોઈ પણ વ્યક્તિ આતંકવાદથી ગ્રસિત અને જોખમી હોય તેવા વિસ્તારમાં રહેવાનું પસંદ નહીં કરે. જેથી આતંકવાદના ફન્ડિંગ પર પ્રહાર કરવામાં આવે તે જરૂરી છે.”
પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદનો નાશ કરવા માટે એક બૃહદ, સક્રિય અને વ્યવસ્થિત રીતે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે, આપણે આપણા નાગરિકોને સુરક્ષિત રાખવા હોય તો આતંકવાદ ઘર સુધી પહોંચી જાય તેની રાહ ન જોઈ શકાય પરંતુ આતંકવાદીઓને પરાસ્ત કરીને તેમના નેટવર્કને તોડીને ફન્ડિંગ પર પ્રહાર કરવા પડશે.
Uprooting terrorism needs a larger, proactive, systemic response. pic.twitter.com/ZkoEGIifkU
— PMO India (@PMOIndia) November 18, 2022
વડાપ્રધાન મોદી આતંકવાદને પોષતા દેશો પર પણ પ્રહાર કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, આતંકવાદી સંગઠનો વિવિધ જગ્યાએથી પૈસા મેળવે છે એ જગજાહેર છે. જેમાંથી એક સ્ત્રોત છે- દેશનું કે સાર્કરનું સમર્થન. કેટલાક દેશો તેમનું વૈશ્વિક નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન કરી રહ્યા છે. તેઓ તેમને (આતંકીઓને) રાજકીય, નાણાકીય અને વૈચારિક સમર્થન આપી રહ્યા છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, આપણે કટ્ટરતા અને અંતિમવાદ સામે સાથે મળીને લડીએ તે બહુ જરૂરી છે. જે કોઈ પણ કટ્ટરતાને સમર્થન કરે તેમના માટે દેશમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.
It is well known that terrorist organizations get money through several sources.
— PMO India (@PMOIndia) November 18, 2022
One source is state support. pic.twitter.com/IG7AHnttDe
આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દુનિયાના લગભગ 450 પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. જેમાં મંત્રીઓ, બહુપક્ષીય સંગઠનોના પરમમુખો, AFTF પ્રતિનિધિમંડળના પ્રમુખો સામેલ છે. આ સંમલેનના ચાર સત્રો દરમિયાન આતંકવાદ અને તેની સામેની લડતને લઈને ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આજે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.