કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશની જનતાને સમયાંતરે મનોરંજન મેળવવાની તકો પૂરી પાડતા રહે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના વાશિમમાં ઘટી હતી. અહીં સ્ટેજ પરથી રાહુલ ગાંધીની રેલીમાં ભારતના રાષ્ટ્રગીતને બદલે નેપાળી રાષ્ટ્રગીત વાગતા ફિયાસ્કો થયો હતો. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી માઈકમાં બોલીને રાષ્ટ્રગીત વગાડવા માટે કહ્યું હતું, પણ આયોજકોએ ભૂલથી નેપાળી રાષ્ટ્રગીત વગાડી દીધું હતું. રાહુલ ગાંધીની સભામાં નેપાળી રાષ્ટ્રગીતવાળી વિડીયો ક્લિપ ઝપડથી વાયરલ થઇ રહી છે.
શું છે સમગ્ર મામલો?
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રના વાશિમ પહોંચી હતી. ત્યાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ એક મંચ પર લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ પછી રાહુલ ગાંધીએ તેમની બાજુમાં ઉભેલા નેતાઓને ‘રાષ્ટ્રગીત’ વગાડવા કહ્યું, પરંતુ ભારતના રાષ્ટ્રગીતની જગ્યાએ નેપાળનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. થોડીવાર નેપાળી રાષ્ટ્રગીત વાગતું રહ્યું અને રાહુલ ગાંધી સાવધાનની મુદ્રામાં ઉભા રહી ગયા. પછી તેમને સમજાયું કે આ તો જન-ગણ-મન નથી, બાદમાં તેમણે તરત જ હાજર નેતાઓને ‘રાષ્ટ્રગીત’ વગાડવાનું કહ્યું. હાલ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની સભામાં નેપાળી રાષ્ટ્રગીતની વિડીયો ક્લિપ વાયરલ થઇ રહી છે.
જોકે, રાહુલ ગાંધીના કહેવા છતાં કેટલાક નેતાઓ તેમની વાત સમજી શક્યા ન હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અનેક વખત કહ્યા બાદ ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું તેમાં પણ નિર્ધારિત શબ્દો કરતાં વધુ વગાડવામાં આવ્યું હતું “જય હે, જય હે… જય જય જય જય હે…” આ પછી રાષ્ટ્રગીત સમાપ્ત થાય છે, પરંતુ આ પછી પણ ગીત ઘણી સેકન્ડ સુધી ચાલુ રહ્યું હતું. જેને વીડિયોમાં 24-27 મિનિટ વચ્ચે સાંભળી શકાય છે.
રાહુલ ગાંધી ભાજપના નેતાઓ અને નેટીઝન્સના નિશાના પર
ભાજપના નેતાઓ અને નેટીઝન્સને રાહુલની આ ભૂલથી મોકો મળી ગયો. ભાજપના નેતાઓએ આ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના નેતા નિતેશ રાણેએ પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “રાહુલનું કોમેડી સર્કસ.”
Papu ka comedy circus 😂 pic.twitter.com/tKQ0FDa5Vl
— nitesh rane (@NiteshNRane) November 16, 2022
તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ જ વીડિયો શેર કર્યો અને લખ્યું કે રાહુલ ગાંધી, આ શું છે?
Sh. @RahulGandhi, what is this?pic.twitter.com/LAabKCOzqP
— Amar Prasad Reddy (@amarprasadreddy) November 16, 2022
ભાજપના નેતાઓ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સે પણ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી. એક યુઝરે લખ્યું હતું કે શું આ નેપાળનું રાષ્ટ્રગીત છે? અન્ય એક યુઝરે લખ્યું કે રાહુલને એ સમજવામાં 5 સેકન્ડથી વધુ સમય લાગ્યો કે ખોટું ગીત વગાડવામાં આવી રહ્યું છે. શેફાલી વૈદ્યે લખ્યું, “જે રાહુલ ગાંધીને ભારતના રાષ્ટ્રગીતની શરૂઆતના બાર્સની પણ ખબર નથી, તેઓ શું ધૂળ ભારત જોડશે?”
जिस राहूल गांधी को भारत के राष्ट्रगीत के ओपनिंग बार्स तक पता नहीं है वो क्या ख़ाक भारत जोडेगा? @RahulGandhi pic.twitter.com/gV1u3h3VR3
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) November 17, 2022
રામેશ્વર સનાતની નામના યુઝરે લખ્યું કે આ લોકો વિરુદ્ધ ખોટું રાષ્ટ્રગીત ગાવા અને તેનું અપમાન કરવા બદલ કેસ નોંધવો જોઈએ.