Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસે વધુ 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરતાની સાથેજ ફરી ડખા શરુ,...

    કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરતાની સાથેજ ફરી ડખા શરુ, પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલની ટીકીટ કપાતા તમામ પદેથી રાજીનામું આપ્યું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની છેલ્લી યાદી પણ બહાર પડી ગઈ છે. આ યાદીમાં પેટલાદના ધારાસભ્યનું નામ ન હોવાથી તેમણે રાજીનામું આપી દીધું છે અને માતરમાં પણ કોંગ્રેસ માટે તકલીફ ઉભી થઇ છે.

    - Advertisement -

    અગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસે છેલ્લી ઘડીએ અંતિમ યાદી જાહેર તો કરી, પણ 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરતાની સાથેજ ફરી ડખા શરુ થઇ ગયા, પોતાનું નામ કપાતા પેટલાદના MLA નિરંજન પટેલનું નારાજગી સાથે રાજીનામું સામે આવ્યું હતું, તેમણે ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    અહેવાલો અનુસાર કોંગ્રેસે વધુ 37 બેઠકો પરના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી હતી, પણ આ યાદીમાં પેટલાદના MLA નિરંજન પટેલનું નામ ન ખુલતા તેઓ પાર્ટીથી નારાજ થયા હતા અને ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વખતે તેમની કપાયેલી સીટ ડૉ. પ્રકાશ પરમાર ચૂંટણી લડશે. તો બીજી તરફ યાદીમાં શંકરસિંહ વાઘેલાના પુત્રને બાયડ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

    માતરની સીટને લઈને પણ કકળાટ

    - Advertisement -

    આ પહેલા પણ અનેક નેતાઓના નામ કપાતા કોંગ્રેસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન ચાલી જ રહ્યાં છે. તો આજે અમદાવાદ કોંગ્રેસની ઓફિસ ખાતે માતર વિધાનસભાના નારાજ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને સંજય પરમારને ટિકિટ આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટીને માતર સીટ પર હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી.

    કઈ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા

    કોંગ્રેસે તેની છેલ્લી યાદીમાં બહુચરાજી, પાલનપુર, દિયોદર, બાયડ, પેટલાદ, વિરમગામ, ધંધુકા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ગોધરા, કાલોલ, ગાંધીનગર નોર્થ, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, સંતરામપુર, માતર, મહેમદાબાદ, લુણાવાડા, શેહરા, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ

    કોગ્રેસે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પેટલાદ, બાયડ, ધંધુકા, બેચરાજી, દાહોદ બેઠક પર કોગ્રેસના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. બાયડ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલનુ પત્તુ કાપવામાં આવ્યું છે. બેચરાજી બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોર. ધંધુકાથી રાજેશ ગોહિલની પણ ટિકિટ કાપવામાં આવી હતી. ઉપરાંત શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં