પોતાનાં લિવ-ઇન પાર્ટનર આફતાબ દ્વારા કરાયેલી 27 વર્ષીય શ્રદ્ધાની ભયાનક હત્યા પર વધુ પ્રકાશ પાડતા, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપી વ્યક્તિ, આફતાબ અમીન પૂનાવાલા, પ્રારંભિક પૂછપરછ દરમિયાન નિવેદનો બદલતો રહ્યો હતો. પોલીસ તપાસમાં શ્રદ્ધા મર્ડર કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા.
થોડા દિવસથી જે દેશભરમાં ચર્ચામાં છે એ શ્રદ્ધા મર્ડર કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાને તેના જ લિવ-ઈન પાર્ટનર આફતાબે મારીને તેના 35 ટુકડાઓ કરી દીધા હતા. બાદમાં એ ટુકડાઓને પોતાના ફ્રીજમાં ગોઠવી દીધા હતા. રોજ રાતે તે 1 2 ટુકડાઓ લઈને જંગલમાં જતો અને તેમને ત્યાં નાખી દેતો હતો.
શરીર ચીરવા એનાટોમી વાંચી અને લોહી ભૂંસવાના નુસખા ગુગલ કર્યા
સોમવારે દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ લોહી કઈ રીતે સાફ કરવું તેની પદ્ધતિઓ ગુગલ પર શોધી હતી અને હત્યા કર્યા બાદ એનાટોમી વિષે પણ વાંચ્યું હતું.
Mehrauli murder: Aftab googled blood cleaning method, human anatomy after killing Shraddha https://t.co/9gm3Wovs9P
— Sambad English (@Sambad_English) November 15, 2022
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાની હત્યા 18 મે ના રોજ કરી હતી અને બાદમાં તેના શરીરને કઈ રીતે ઠેકાણે લગાવવું તેનું પ્લાનિંગ કર્યું હતું. આફતાબે પોલીસને જણાવ્યું કે તેને એનાટોમી એટલે વાંચ્યું જેથી તેને શ્રદ્ધાના શરીરના યોગ્ય ટુકડાઓ કરવામાં મદદ મળી શકે.
પુછપરછ દરમિયાન આફતાબે વારંવાર પોતાના નિવેદનો બદલ્યા
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હીના છત્તરપુર વિસ્તારના પોલીસ મથકમાં આફતાબને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો તેવું માણિકપુર પોલીસના સિનિયર ઇન્સ્પેકટર સંપત પાટીલ દ્વારા જણાવાયું હતું. પોલીસે પૂછપરછ દરમિયાન આફતાબને ટાંકીને જણાવ્યું હતું કે, “મે 2022 માં, અમારી વચ્ચે દલીલ થઈ હતી. ત્યારે શ્રદ્ધા ચાલી ગઈ હતી અને ત્યારથી, હું તેના ઠેકાણા વિષે જાણતો નથી.”
#Shraddha murder case: The Mumbai Police said the accused, Aftab Amin Poonawalla, kept changing statements during the initial interrogation. (By @divyeshas)https://t.co/kfFvZ6jE2o
— IndiaToday (@IndiaToday) November 14, 2022
“છોકરો તેના નિવેદનો બદલતો રહ્યો. અમે અમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇનપુટ શેર કર્યા અને તે જ દિલ્હી પોલીસ અને મહેરૌલી પોલીસ સ્ટેશન સાથે શેર કરવામાં આવ્યું. અમારા અધિકારીઓ પણ તે ઘરે ગયા અને મૃતકના મોબાઇલ ડેટા અને બેંક રેકોર્ડની ચકાસણી કરી. મે 2022 થી કોઈ બેંક વ્યવહારો નથી અને તેનો મોબાઈલ બંધ કરવામાં આવ્યો છે,” પાટીલે જણાવ્યું હતું.
“છોકરાના નિવેદનો શંકાસ્પદ હતા અને તે તેને બદલતો રહ્યો. અમારા ઇનપુટ્સ મુજબ, દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. આ એક સંયુક્ત ઓપરેશન છે,” તેમણે ઉમેર્યું.
શ્રદ્ધાની હત્યા બાદ એ જ રૂમમાં બીજી યુવતીને લાવ્યો હતો
દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસની તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે આરોપી, આફતાબ અમીન પૂનાવાલા, કથિત રીતે અન્ય એક મહિલાને દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં ભાડે લીધેલા એપાર્ટમેન્ટમાં એક તારીખે લાવ્યો હતો, જ્યારે શ્રદ્ધા વોકરના શરીરના ભાગો હજુ પણ નવા લાવવામાં આવેલા ફ્રિજમાં ભરેલા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસે કહ્યું કે આફતાબે પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો.
#ExpressFrontPage | Aaftab Poonawala allegedly got in touch with the other woman, a psychologist, on Bumble — the same dating app on which he had first come in contact with Walkar in 2019, the sources saidhttps://t.co/V0sQTpjKFo
— The Indian Express (@IndianExpress) November 15, 2022
અહેવાલો મુજબ, આફતાબે હત્યાના થોડા સમય બાદ ડેટિંગ એપ બમ્બલ ફરી ઇન્સ્ટોલ કરી હતી. ડેટિંગ એપ પર, તે અન્ય એક મહિલા સાથે સંપર્કમાં આવ્યો જે વ્યવસાયે મનોવિજ્ઞાની હતી. નોંધનીય રીતે, બમ્બલ એ જ ડેટિંગ એપ્લિકેશન છે જ્યાં તે 2019 માં પ્રથમ વખત શ્રદ્ધા સાથે સંપર્કમાં આવ્યો હતો, ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ડેટિંગ એપ પર આફતાબ જેની સાથે સંપર્કમાં આવ્યો હતો તે અન્ય મહિલા જૂન અને જુલાઈમાં બે વખત તેના ઘરે આવી હતી. શ્રદ્ધાના શરીરના ભાગો હજુ પણ ફ્રિજ અને રસોડામાં હતા જ્યારે આફતાબે નવી મહિલાને તેના ફ્લેટમાં બોલાવી હતી.