Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાળાની આજુબાજુ મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારમાં વિશાલે વિદ્યાર્થિનીઓની છેડતીનો વિરોધ કરતાં ધમાલ, છત...

    શાળાની આજુબાજુ મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારમાં વિશાલે વિદ્યાર્થિનીઓની છેડતીનો વિરોધ કરતાં ધમાલ, છત પરથી પથ્થરમારો અને ફાયરિંગ થયાં: 6ની ધરપકડ

    પોતાના ભાઈને પેપર અપાવવા આવેલા વિશાલ સૈનીએ વિદ્યાર્થીનીઓની છેડતીનો વિરોધ કરતા ફાયરીંગ અને પથ્થરમારા જેવી ઘટનાઓ ઘટી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદૌસીમાં મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારમાં શાળાએ જતી વિદ્યાર્થિનીઓની છેડતીનો વિરોધ કરતા મુસ્લિમોએ રમખાણ મચાવ્યું હતું. માત્ર મુસ્લિમ વિસ્તારમાં વિદ્યાર્થીનીઓની છેડતીનો વિરોધ કરતા ફાયરીંગ કરવામાં આવ્યાં હતા. હુમલાના આરોપીઓમાં અકરમ, રીહાન, શેર મોહમ્મદ, સાજિદ, મહેરબાન, અસલમ, શાનુ, શાહનવાઝ, નદીમ, નિઝામુદ્દીન, શમશાદ, એલો અને મોહમ્મદ ઝૈદ નામના શખ્સો સામેલ છે. અત્યાર સુધીમાં પોલીસે 6 હુમલાખોરોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોના નામ વિશાલ, વિવેક, ઘનશ્યામ, અંશુ, કિશનવતી અને ઈન્દ્રાવતી છે. ઘટના રવિવાર (13 નવેમ્બર 2022)ની છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના ચંદૌસીના બનિયાથેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મજવલી ગામની છે. અહીંની એક શાળામાં રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક NGO દ્વારા સામાન્ય જ્ઞાન પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની આસપાસ મુસ્લિમોની સંખ્યા વધુ છે. આ દરમિયાન કેટલાક મુસ્લિમ લોકોએ સ્કૂલમાં હાજર છોકરીઓ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા હતા અને ઈશારા જેવા કૃત્યો કરી રહ્યા હતા. પોતાના ભાઈને પેપર અપાવવા આવેલા વિશાલ સૈનીએ મુસ્લિમ વિસ્તારમાં વિદ્યાર્થીનીઓની છેડતીનો વિરોધ કરતા ફાયરીંગ અને પથ્થરમારા જેવી ઘટનાઓ ઘટી હતી.

    આરોપ છે કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો. સ્થળ પર હાજર કેટલાક લોકોએ મામલો શાંત પાડ્યો અને બંને પક્ષોને અલગ કર્યા હતા. પેપર આપ્યાના થોડા સમય બાદ વિવેક સૈની તેના ગામના વિશાલ પાલ સાથે ક્લિનિકમાં નોકરી કરવા ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લિનિક પણ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં છે. અહીં જતા સમયે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ બંનેને ગામના ચોકમાં ઘેરી લીધા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. તો સમા પક્ષેથી પણ ઘટનાનો વિરોધ થયો હતો.

    - Advertisement -

    આરોપ છે કે શોરબકોર સાંભળીને બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન મુસ્લિમ પક્ષના કેટલાક લોકો છત પર ચઢી ગયા અને ત્યાંથી પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન ગોળીબાર પણ થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ હુમલામાં હિંદુ પક્ષના લગભગ 5 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસને ઘટનાની માહિતી મળતા અધિકારીઓ ભારે ફોર્સ સાથે ગામમાં પહોંચ્યા હતા અને બદમાશોને વિખેરી નાખ્યા હતા. આ દરમિયાન અડધો ડઝન હુમલાખોરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગામમાં તણાવને જોતા પોલીસની સાથે પીએસી પણ તૈનાત કરવામાં આવી છે. ધાબા પરથી પથ્થરમારો કરવાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ ઘટના અંગે માહિતી આપતા સંભલ જિલ્લાના એડિશનલ એસપીએ જણાવ્યું હતું કે, કેસ નોંધ્યા બાદ આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ફરાર આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં