પાકિસ્તાનથી આવ્યા બાદ દિલ્હીમાં રહેતા હિન્દુઓની દયનીય સ્થિતિને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે દિલ્હીમાં પાવર સપ્લાય કરતી કંપની ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડને 30 દિવસની અંદર વિસ્થાપિત પાકિસ્તાની હિન્દુઓને વીજકનેક્શન આપવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ સતીશચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદની ડિવિઝન બેન્ચે પોતાની ટીપ્પણીમાં કહ્યું હતું કે તેમનું આધાર કાર્ડ અથવા મળેલા લાંબા ગાળાના વિઝા તેમનાં ત્યાં રહેવા માટે પૂરતા આધાર છે. તેના આધારે તેઓ વીજળી કનેક્શન માટે અરજી કરી શકે છે. જેથી વહેલામાં વહેલી તકે વિસ્થાપિત પાકિસ્તાની હિન્દુઓને વીજકનેક્શન આપવામાં આવે.
Delhi High Court directed Tata Power Corporation limited to provide electricity connection to the Pakistani-Hindu migrants residing in the Adarsh Nagar area. They have been without electricity for the last five to six years @Gautam_Adv28 reportshttps://t.co/x3cUV5qTcx
— LawBeat (@LawBeatInd) November 10, 2022
અગાઉ કંપનીએ આ હિંદુઓ પાસેથી જમીનની માલિકીના દસ્તાવેજો માંગ્યા હતા. પાકિસ્તાનમાંથી ત્રસ્ત થઈને ભાગીને આવેલા આ હિન્દુઓ હાલના સંરક્ષણ મંત્રાલયની જમીન પર રહે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે વીજળી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ જાહેર કર્યું હતું. જોકે તે છતાં ટાટા પાવર કંપનીએ વીજ જોડાણ આપવામાં આનાકાની કરી હતી.
તો બીજી તરફ કોર્ટે કહ્યું હતું કે જ્યારે સંબંધિત ઓથોરિટી તરફથી વીજળી પૂરી પાડવાની પરવાનગી મળી ચુકી છે, ત્યારે કંપની પાસે તે વિસ્તારના લોકોને વીજળી જોડાણ આપવા સિવાય બીજો કોઈજ વિકલ્પ નથી. બીજી તરફ અરજદારના વકીલે દલીલ કરી હતી કે કંપનીને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ લોકો વીજળી મીટર લગાવવા માટે પણ તૈયાર છે.
Delhi High Court directs Tata Power to provide electricity connection to 200 Hindu migrant families from Pakistan
— Bar & Bench (@barandbench) November 10, 2022
report by @prashantjha996 https://t.co/U5BqtJo0UI
આ કેસમાં હરિ ઓમ નામના વ્યક્તિએ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનથી આવેલા લગભગ 200 હિન્દુ પરિવારો ઉત્તર દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી રહે છે. તેઓને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે અને તેઓ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા લાંબા ગાળાના વિઝા પર અહીં રહે છે .
આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં નાના બાળકો અને મહિલાઓ રહે છે અને વીજળીના અભાવે આ પરિવારોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકોએ પાવર સપ્લાય માટે ટાટા પાવરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને જમીનની માલિકીની સત્તાધિકારી પાસેથી એનઓસીની જરૂર છે.
Delhi High Court Directs Tata Power To Provide Electricity Connections To Pakistani Hindu Migrants Within One Month @nupur_0111 https://t.co/DJi9lsqJjB
— Live Law (@LiveLawIndia) November 10, 2022
ગયા વર્ષે ઑપઈન્ડિયાએ આ પાકિસ્તાની હિન્દુ પરિવારોની સમસ્યાઓ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં તેઓની વીજળીની સમસ્યાને પ્રમુખતા આપીને ઉલ્લેખવામાં આવી હતી. આ લોકો વીજળી, પાણી, શૌચાલય જેવી અનેક પ્રાથમિક સુવિધાઓ માટે વર્ષ 2013થી પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન સ્વચ્છતા મિશન હેઠળ આ શિબિરોમાં કેટલાક શૌચાલય બનાવવામાં આવ્યા હોવા છતાં વીજળીની સમસ્યા યથાવત છે.