Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેએનયુ ફરી ચર્ચામાં: યુનિવર્સીટી કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે ધમાલ, બહારથી પણ...

    જેએનયુ ફરી ચર્ચામાં: યુનિવર્સીટી કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે ધમાલ, બહારથી પણ માણસો બોલાવાયા, 2 વિદ્યાર્થીઓને ઇજા

    આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કેટલાક લોકો હાથમાં દંડા લઈને કોલેજ પરિસરમાં ફરતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી ફરી ચર્ચામાં છે. ગુરુવારે (10 નવેમ્બર 2022) JNUમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. આ થયેલી ધમાલમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે. બીજી તરફ, આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. 

    આ મામલો બે વિદ્યાર્થી જૂથો વચ્ચેનો હોવાનું કહેવાય છે. JNUની તાપ્તી હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીની અન્ય હોસ્ટેલના વિદ્યાર્થી સાથે કોઈ બાબતને લઈને ધમાલ થઇ હતી. ત્યારબાદ બંનેના મિત્રો પણ હોસ્ટેલમાં ધસી આવ્યા હતા અને વિવાદે મોટું સ્વરૂપ પકડી લીધું હતું. 

    ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કેટલાક લોકો હાથમાં દંડા લઈને કોલેજ પરિસરમાં ફરતા જોવા મળી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે JNUના કેમ્પસ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. 

    - Advertisement -

    દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે બંને પક્ષોએથી બહારના ગુંડાઓને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ધમાલ મોટી બની હતી. બીજી તરફ, દિલ્હી પોલીસનું કહેવું છે કે આ વિવાદ અને મારામારીમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. 

    આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હોવાનું મળ્યું નથી. તેમજ યુનિવર્સીટીના અધિકારીક નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે. 

    આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને વિદ્યાર્થીઓ કે તેમના જૂથો વચ્ચે વિવાદ કયા કારણોસર થયો હતો અને લડાઈમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે કોઈ પણ પ્રકારની જાણકારી મળી શકી નથી. જોકે, પોલીસે કહ્યું છે કે આ કોઈ રાજકીય તકરાર ન હતી પરંતુ અંદરોઅંદરના ઝઘડાના કારણે બન્યું હતું. 

    પોલીસે મીડિયાને જણાવ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે ધમાલ થઇ હતી અને આ મામલે કોઈ રાજકીય જૂથ સામેલ નથી. આ બે જૂથો વચ્ચેનો અંગત મામલો છે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે JNUમાં ધીંગાણું થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. અહીં ભૂતકાળમાં અનેક મામલે મોટી ધમાલો થઇ ચૂકી છે. ગત વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન અને ડાબેરી સંગઠન AISAના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટની ઘટના સામે આવી હતી. ABVPના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ બેઠક કરી રહ્યા હતા ત્યારે AISAના કાર્યકર્તાઓ આવ્યા અને ધમાલ કરવા માંડ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં